તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જબરી તાકાતનો વીડિયો વાઈરલ:કેશોદનો યુવાન દાંતથી 60 કિલો વજનનો બિયારણનો કટ્ટો ઉપાડી 100 મીટર સુધી ચાલી શકે

કેશોદ,માણેકવાડા2 મહિનો પહેલા
  • આર્મીમાં ભરતી થવાના જુસ્સાએ જ તાકાત અપાવી,સખ્ત મહેનત કરી હતી

કેશોદનાં યુવાન સાગરભાઇ ચૌહાણ 60 કિલો વજનની બિયારણ કટ્ટો ઉપાડી 100 મીટર સુધી ચાલી શકે છે. સાગરભાઈ ને આર્મીમાં ભરતી થઈ દેશ સેવા કરવાની ઈચ્છા હતી અને નિયમિત પ્રેક્ટિસ શરૂ કરી હતી, પણ કોઈ સંજોગોવત આ સ્વપ્ન સાકાર ન થયું, બાદમાં સીંગદાણાના મિલમાં શ્રમિકોનો કોન્ટ્રાક્ટ રાખવાનું શરૂ કર્યું, આ યુવાનની ખાસીયતની વાત કરીએ તો 60 કિલો વજન ધરાવતી કોઈ પણ ગુણી દાંત થી ઉપાડી શકે છે અને 100 મીટર સુધી આરામથી ચાલી શકે છે.

રકમ ખિસ્સામાં રાખવાને બદલે સેવામાં વાપરી
આ યુવાને જણાવ્યું હતું કે, આટલો વજન દાંત થી ઉચકયા બાદ નાણાં પણ મળતા હતા. પરંતુ તે રકમ ખિસ્સામાં રાખવાને બદલે ગાયોને ચારો નાખી સેવા કાર્ય કરી રહ્યાં છે.

3 મહિના ખોરાકમાં બટેટાનો જ ઉપયોગ
જ્યારે આર્મીની ભરતીમાં જવાની તૈયારી કરી રહ્યોં હતો એ સમયે 3 મહિના માત્ર બટેટાનો જ ખોરાક માં ઉપયોગ કર્યો હતો અન્ય કોઈ વસ્તુ આરોગી ન હતી.

બાઈક પણ ઉચકે છે
સાગર ભાઈ કોઈ પણ બાઈકને આસાનીથી ઉપાડી ખંભા પર લઇ શકે છે.જો કે બાઈક નીચે ન પડે તે માટે અન્ય વ્યક્તિનો સામાન્ય સહારો લે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો