કેશોદનાં અગતરાય ગામનાં કિરીટભાઈ જેન્તીભાઈ હિરાણીએ કેશોદમાં પાનની દુકાન કરી હતી. જો કે, નુકસાન જતા રવિ ટાટમીયા પાસેથી કોઈ સોખવટ વગર 5 લાખ વ્યાજે લીધા હતા. અને રવિએ પાછળથી 20- 20 ટકા લેખે 15 લાખની રકમ વસુલી હતી. છતાં વધુ રકમની માંગણી કરી હતી. આ રકમની ભરપાઈ કરવા કિરીટભાઈએ વ્યાજખોરની ભલામણથી અન્યો પાસેથી 20 ટકાનાં ઉંચા દરે નાણાં લીધા હતા.
એ દરમિયાન અગતરાય ગામે પોતાની 4 વિઘા જમીન 72 લાખમાં વેંચી નાંખી હતી. અને રવિએ 22 લાખની રકમ ઓળવી લીધી હતી. બાદમાં ફરિયાદનાં ડરે મોબાઈલ બંધ કરી સુરત ફરાર થઈ ગયો હતો. અંતે પોલીસે રવિ ટાટમિયા, રામ રબારી, ડી.જે. ફ્રુટ વાળો અજય, જે.પી.જવેલર્સ વાળો યશ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
પરિવારને ધમકી અપાતી હતી
અગતરાય સ્થિત કિરીટના પરિવારને વ્યાજખોરો દ્વારા ધમકીઓ પણ અપાતી હતી.
કોણે કેટલા વસૂલ્યા ?
કિરીટે રવિ પાસેથી 5 લાખ લીધા હતા અને જેના 37 લાખ ચૂકવ્યા હતા. ઉઘરાણી તો શરૂ જ હતી. રાજ કરમટા પાસેથી 1.20 લાખ લીધા, 1.5 ચૂકવ્યા છતાં 2.5 લાખની માંગણી થતી હતી. રામ રબારી પાસેથી 50 હજાર લીધા રોજ 1 હજાર વ્યાજ સાથે 40 હજાર ચૂકવ્યા છતાં ઉઘરાણી, ડી.જે.ફ્રુટ વાળા પાસેથી 30 હજાર લીધા 40 હજાર ચૂકવ્યા છતાં 1.5 લાખની માંગ, જે.પી. જવેલર્સ પાસેથી 2.5 લાખ લીધા ઘરેણા વેંચી ચૂકવ્યા છતા 3.5 લાખની માંગણી થતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.