તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:કેશાેદ વાેર્ડ નંબર 2 ની મહિલાઓનાે હલ્લાબાેલ, રોડ પર બેસી રોષ ઠાલવ્યો

કેશાેદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની ચૂંટણી પહેલા ઉમેદવારાેએ રાેડ બનાવવા આપેલાં વચનાે ભુલી ગયા

કેશાેદ પાલીકાની ચુંટણી આવે તે પહેલાં ઉમેદવારાેએ અનેક વચનાે આપ્યાં હતાં જેમાં પડતર કામ કરવાનાે ઢાેંગ રચી અધુરા છાેડી દીધા. હવે ચુંટણી પુરી થઇ કે તુરંત આપેલા વચનાે ભુલી ગયા. આવું જ કાંઇક વાેર્ડ નં 2 માં બન્યું છે આ વાેર્ડમાં આવતાં ઉતાવળી નદી કાંઠા વિસ્તારની મહિલાઓ રાેડ પર ઉતરી આવી હતી અને પાલીકાએ ચુંટણી પહેલાં રાેડ બનાવવાના વચનાેની યાદ અપાવી હલ્લાબાેલ કર્યાે હતાે. મહિલાઓએ ચુંટણી પહેલાં શરૂ કરાયેલું રાેડનું કામ અધુરૂ મુંકી દેવાતાં રાેડ પર માેટા પથ્થરાે પડયાં છે, અનેક વાહન ચાલકાે અને વૃધ્ધ લાેકાેને ઇજા પહાેંચે છે, આ રાેડ પર ચાલી સકાતું ન હાેય તેવી ફરીયાદ કરી રાેડ પર નીચે બેસી માેટા પથ્થરાે બતાવી હલ્લાબાેલ કરી પાલીકા વિરૂધ્ધ આક્રાેષ વ્યક્ત કર્યાે હતાે. અત્રે નાેંધનીય છે કે છેલ્લાં ઘણા ટર્મથી આ વાેર્ડમાં પાલીકાના શાસકપક્ષની વિરૂધ્ધના પક્ષના ઉમેદવારાે ચુંટાઇ આવે છે જેથી આ વાેર્ડના લાેકાે વર્ષાેથી અનેક સમસ્યાઓનાે સામનેા કરી રહ્યા છે. તસવીર - પ્રવિણ કરંગિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો