કેશોદ બસ સ્ટેશન રોડ પર આવેલ મુથુટ ફિનકોર્પ લીમીટેડ કંપનીના જોઈન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતાં મહિલા કર્મચારી મનાલીબેન પુંજાભાઈ કેડિયાતરે સોનાના દાગીનાના 13 પેકેટ લોકરમાંથી બહાર કાઢી લઈ 47 લાખનું રિફાયનાન્સ કરી છેંતરપીંડી કરી હતી.
આ કેસમાં કેશોદ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરૂદ્ધ ફરીયાદ નોંધવામાં આવતાં તેની અટકાયત કરવામાં આવી હતી. અને મહિલાને કોર્ટ માં રજૂ કરી 5 દિવસના રીમાન્ડ મેળવાયા હતાં. જેમાં પોલીસ કસ્ટડી દરમ્યાન મહિલાની પુછતાછમાં 2 પેકેટમાં રહેલાં ઘરેણાં જે તે માલીકને પરત કરવામાં આવ્યાં હતાં જે બેંકની ભુલના કારણે 47 લાખની છેંતરપીંડી ઘટીને 44 લાખ થઈ હતી.
આરોપી મહિલાઓ પોતે આ છેંતરપીંડીની રકમ ડોલરના રૂપમાં જુદી જુદી વિદેશી કંપનીઓમાં નાણાં રોકાણ કર્યા હોવાનું કબુંલ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યારે બહાર આવી જયારે સૌરાષ્ટ્ર બ્રાંચ બિઝનેશ ડેવલોપીંગનું કામ કરતાં રીજીયોનલ મેનેજર દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં આરોપી મહિલાએ ડોલરના રૂપમાં વિદેશી કંપનીમાં રોકાણ કર્યું હોય જે રકમ હાલ તેમની પાસે ન હોય સાયબર સેલ દ્વારા મુદામાલ તરીકે આ રકમ પરત મેળવવા પ્રયાસો હાથ ધરાયાં છે.
છેતરપીંડી નાણાનું રોકાણ
મુથુટ ફિનકોર્પના મહિલા કર્મચારીએ બેંકની ભુલના કારણે 2 પેકેટ બાદ કરતાં 44 લાખની છેંતરપીંડી રકમ પૈકી 38 લાખ વિદેશી ક્રોટન ફોરેક્ષ કંપનીમાં ડોલરના રૂપમાં, 2 લાખ 49 હજાર ઓપ્ટા એક્સ એપ્લીકેશનમાં, 4 લાખ 75 હજાર એનએલબીએક્સ કંપનીમાં જયારે બાકીની રકમ રિફાયનાન્સ કરતી વખતે સોનું છોડાવવું તેના હપ્તાના રૂપમાં મુથુટ માં જમા કરાવ્યાં આ તમામ મુદ્દામાલ ફરી મેળવવા સાયબર સેલે સઘન તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.