તપાસ:કેશોદ પોલીસ અકસ્માત થયેલ બાઈકનું પંચનામું કરવા જતાં વ્હિકલ જ ગાયબ

કેશોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રએ અકસ્માત, પિતાએ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી, બે આરોપી પકડાયા

કેશોદના માંગરોળ રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેની ફરિયાદ નોંધાવતાં પોલીસ પંચનામું કરવા જતાં બાઇક જોવા મળી ન હતી. આથી બાઇક માલીકે ચોરીની ફરિયાદ દાખલ કરતાં પોલીસે 2 આરોપીને પકડી પાડ્યાં છે. માંગરોળ રોડ પર આવેલ કામનાથ પેટ્રોલ પંપ નજીક જીજે-11-બીએફ-7025 નંબરની સ્વીફ્ટ મોટરકાર અને જીજે-05-ઇઝેડ-2780 નંબરની બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર માતા પુત્રમાંથી માતા દુધીબેન મોકરિયાને ઇજા પહોંચી હતી. તેમની માતાને ગભીર ઈંજા પહોંચતાં અકસ્માતની ફરિયાદ બાઇક ચાલક દિવ્યેશભાઇ મોકરિયાએ 8 દિવસ બાદ નોંધાવી હતી.

પોલીસ જ્યારે અકસ્માત સ્થળે બાઇકનું પંચનામું કરવા ગઇ ત્યારે બાઇક જોવા મળી ન હતી. આથી પોલીસે બાઇક માલીકનો સંપર્ક કરી જાણ કરી હતી. આમ બાઇક ન મળતાં અજાણ્યા શખ્શ વિરૂદ્ધ બાઇક માલીક કરસનભાઇ મોકરિયાએ ચોરીની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે શંકા આધારે ઘટના સ્થળ નજીક ગેરેજ ધરાવતાં મુસ્તાક હાસમભાઇ સીડા અને અન્ય એક શખ્શ મહેન્દ્ર ફુલાભાઇ રાઠોડની પુછપરછ હાથ ધરી હતી. દરમ્યાન ગુનો કબુલતાં ચોરાયેલી બાઇક સાથે બંન્નેની અટક કરી હતી. અને આ ગુના કામે વપરાયેલ છકડો રીક્ષા પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...