કેશોદના વેપારી સાથે થયેલી 3 લાખની લુંટ પ્રકરણમાં ક્રાઇમ બાંચે 3 શખ્સોને 65 કલાકની જહેમત બાદ મુદ્દામાલ સાથે ઝડપી પાડી શીલ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપી એવા મૂળ માધવપુરના ભીમા ઉર્ફે જીતુ ઠેબાભાઈ કરગઠીયા, દોલતપરાનો ચંદર ઉર્ફે સુમીત પુનાભાઈ ચૌહાણ, નુંનારડાનો સંજય ઉફેં દિવ્યેશ ઉર્ફે દિવલો રામભાઈ રામને રૂપિયા 36 હજારની રોકડ, 31 હજારના મોબાઈલ, 20 હજારની બાઈક, 3 લાખનો પીકઅપ વાહન મળી કુલ 5.87 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા. આ કામગીરીમાં જુનાગઢ, માંગરોળ, શીલ પોલીસની 5 ટીમે સીસીટીવી ફૂટેજ, ખાનગી બાતમીદારો, ટેકનીકલ ટીમની મદદ થી સંયુક્ત કામગીરી હાથ ધરી હતી.
આ લૂંટની ઘટના ગત મંગળવારના રાત્રીના બની હતી. કેશોદના ખોળ કપાસિયાના હોલસેલ વેપારી નીખીલભાઈ કેશવજીભાઈ રાયચડા દર મંગળવારની જેમ રાબેતાં મુજબ માધવપુર થી ઉધરાણી કરી પરત ફરી રહ્યાં હતાં. ત્યારે કેશોદના ચર અને માંગરોળના દરસાલી વાળા રસ્તે અજાણ્યાં શખ્સોએ કાર દ્વારા અકસ્માત સર્જી વેપારી પાસે રહેલાં થેલાની લૂંટ ચલાવી હતી. આ થેલામાં વેપારીએ 3 લાખ રોકડા, 2 ચેક તેમજ મોબાઇલ રાખ્યો હતો. વેપારીને અકસ્માતમાં ઇજા પહોંચતાં કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
શીલ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધી હતી. અંતે પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણાસર કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ડીવાયએસપી ડી.વી.કોડીયાતરે કહ્યું હતું કે, એલસીબીએ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. અને લૂંટારુઓએ રેકી કરૂ લૂંટ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.