તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ કાર્ય:શિક્ષકોએ બાળકોને ઘેર જઇ પાઠ્યપુસ્તક પહોંચાડ્યા

માણેકવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને લઈ હાલ શાળાના 82 વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે

કોરોના મહામારીને ધ્યાને લઇ સરકારી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ સમયે બાળકોને જરૂરી પાઠ્યપુસ્તક પણ મળી રહે તે બાબત પણ અગ્રીમ સ્થાને છે. ત્યારે જ શિક્ષકો પણ આગળ આવ્યા છે અને બાઈક લઈ દિવસ ભર પુસ્તકોનું વિતરણ કરી રહ્યાં છે. આ કાર્યને વાલીઓએ પણ બિરદાવ્યું છે.

કેશોદ પંથકના અગતરાય ગામે વિનય મંદિર હાઇસ્કૂલ કાર્યરત છે. જેથી આસપાસના ગામોના છાત્રોને દૂર સુધી શિક્ષણ મેળવવા માટે જવું પડતું નથી. આ શાળામાં અગતરાય, મઘરવાડા, માણેકવાડા સહિતના ગામોમાંથી છાત્રો એડમિશન મેળવતા હોય છે. હાલ આ શાળામાં 82 છાત્રો છે. ત્યારે જ કોરોના વચ્ચે બાળકોનું આરોગ્ય ન જોખમાય અને પાઠ્ય પુસ્તક સાથે શિક્ષણ મળી રહે તે માટે આચાર્ય નિલેશભાઈ મેસવાણીયા, પ્રવીણભાઈ બાલાસરા, હિરેનભાઈ મારડીયા સહિતના સ્ટાફે બાઈક લઈ છાત્રના ઘર સુધી પહોંચી પાઠ્યપુસ્તકનું વિતરણ કર્યું હતું.

શું કહે છે વાલીઓ?
આ અંગે વાલીઓએ કહ્યું હતું કે, કોરોના વચ્ચે બાળક શાળાએ પુસ્તક લેવા જાય તો તેમના આરોગ્ય પર જોખમ ઉભું થઈ શકે છે. પરંતુ શાળાના આ નિર્ણયથી વાલીઓમાં રાહત છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...