તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કેશોદમાં તંત્ર જાગ્યુંં, સ્પિડ બ્રેકર પર સફેદ પટ્ટા લાગ્યા

કેશોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની સફેદ પટ્ટા લગાવવામાં આળસથી અનેક અકસ્માતો બન્યાં

કેશોદ તાલુકા સેવા સદનના સામેના ભાગે માંગરોળ રોડ પર સ્ટેટના માર્ગ અને મકાન વિભાગે સ્પિડ બ્રેકર ઉપર વાઇટ પટ્ટા લગાવતાં વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આરએન્ડબી વિભાગે બે મહિના પહેલાં માંગરોળ રોડ રીકાર્પેટ કર્યો હતો. જેમાં નવા બનાવેલા સ્પિડ બ્રેકર ઉપર વાઇટ પટ્ટા લગાવવામાં તંત્રએ આળશ કરતાં અનેક અકસ્માતો થવા પામ્યાં હતાં. આવી જ રીતે જન્માષ્ટમીના તહેવારોમાં અસંખ્ય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યાં હતાં. અને નાની મોટી ઇજાઓ પણ પહાોંચી હતી. જેને લઇ મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

આ અંગે દિવ્યભાસ્કરે આરએન્ડબીના અધિકારી સાથે વાત પણ કરી અને તેના નિવેદન સાથે અહેવાલને દૈનિકપત્રમાં છાપ્યાં પણ ખરા! અને ત્યારબાદ અધિકારીએ ગંભીરતાં લઇ તાત્કાલીક વાઇટ પટ્ટા લગાવવાની કામગીરી પુર્ણ કરતાં વાહનચાલકોએ રાહતના શ્વસ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...