તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ પર્યાવરણ દિવસ:કેશોદમાં સામાજીક સંસ્થા 3 વર્ષમાં 1500 વૃક્ષ ઉછેરશે

કેશોદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલ્પવૃક્ષ યોજના થકી શહેરને હરિયાળું બનાવશે, ફુલછાેડ વાવી વોંકળાઓનું બ્યુટીફિકેશન કરવામાં આવશે

કેશોદમાં કાર્યરત ભારત વિકાસ પરીષદના કાર્યકરો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે શહેરને હરિયાળું અને પ્રદુષણમુક્ત બનાવવા મારા ગામમાં મારૂં વૃક્ષ એવો એક અનોખો સંકલ્પ કરાયો હતો. સંસ્થા દ્વારા જુન અને જુલાઇ માસમાં 500 વૃક્ષોનું વાવેતર કરવા દ્રઢ નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત એસટી બસ સ્ટેશનમાં રોપાઓનું વાવેતર કરી સેવાની શરૂઆત કરાઇ હતી.

જ્યાં સુધી આ વૃક્ષ જીવંત રહે ત્યાં સુધી દાત્તાઓના નામની યાદગીરી રહે તેમજ અન્ય વ્યક્તિને વૃક્ષરોપણ કરવા પ્રેરણા મળે તે માટે સંસ્થા દ્વારા વૃક્ષના રક્ષણ માટે તેમજ 3 વર્ષના ઉછેર માટે આવતા ખર્ચને પહોંચી વળવા 900 રૂપિયા અનુદાન પેટે લેવા નક્કી કરાયું હતું. આવનારા 3 વર્ષમાં સંસ્થા દ્વારા 1500 વૃક્ષોનું વાવતેર કરવા દ્રઢ સંકલ્પ કરાયો છે.

સંસ્થાએ સોશ્યલ મીડિયામાં વાત વહેતી કરતાં 170 દાતાઓએ સંસ્થા પર વિશ્વાસ વ્યક્ત કરી એક વૃક્ષનું રાેપણ કરવા નિમીત બન્યાં હતાં. સંસ્થાના સ્થાપક ડો. સ્નેહલ તન્ના, પ્રમુખ જગમાલભાઇ નંદાણિયા, મંત્રી મહાવીરસિંહ જાડેજા, સંયોજક જીતેન્દ્રભાઇ ધોળકિયા અને નિશાંત પુરોહિત દ્વારા દાત્તાઓનો આભાર વ્યક્ત કરાયો હતો. અને આગામી તા. 27 જુનના દિવસે સામાજીક વનીકરણના સહયોગથી 2000 રોપાનું નિશુલ્ક વિત્તરણ તેમજ શહેરના ગંદા વોંકળાઓના બ્યુટિફીકેશન માટે ફૂલછોડ ઉગાડવાનું પણ નક્કી કરાયું છે.

યોજના
વૃક્ષ દીઠ દાત્તાઓએ આપેલા 900 રૂપિયામાંથી વૃક્ષારોપણ કરવું, પાંજરૂ લગાવવું, દાત્તાની નેમ પ્લેટ લગાવવી, વૃક્ષને ખાતર પાણી આપી 3 વર્ષ સુધી માવજત કરવી. અને છોડ નાશ પામે તો ફરી વાવેતર કરવું.

સંસ્થાની અપીલ
કલ્પવૃક્ષ યોજના શહેર પૂરતી હોઇ તેમાં લોકો પોતાના પરીવારના સભ્યનો જન્મ દિવસ, સ્વજનોના સ્મરણાર્થે, વેપાર-ધંધાની જાહેરાત તેમજ સેવા હેતુ માટે વૃક્ષારોપણ કરી યાદગાર દિવસ બનાવવા સામેલ થાય એવી અપીલ સંસ્થાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...