તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચણાની ધીમી ખરીદી:કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ચણાની ધીમી ખરીદીથી 3700 ધરતીપુત્રો રહી જશે

કેશોદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રજા છાેડી બાકી રહેતાં 44 દિવસોમાં 90 ની એવરેજ થી 4000 ખેડુતોનેજ બોલાવી શકાય
 • 7711 રજીસ્ટ્રેશન, 1 મહિનો, 1060 ને એસએમએસ, ખરીદીમાં 3 મહિના ટૂંકા પડશે

કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી થઇ રહી છે. જે 90 દિવસ ચાલશે. 7711 ખેડુતોએ ચણા વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 1060 ખેડુતોને મેસેજથી જાણ કરાઇ. એ પૈકી 746 ખેડુતોએ સરકારને ચણા વેચ્યા છે. અત્યાર સુધીમાં 14,577 કટ્ટાની ખરીદાયા છે. ખરીદીને 22 દિવસ પૂરા થવા જાય છે. ત્યારે હજુ રજીસ્ટ્રેશનના 15 ટકા ખેડુતોના જ ચણા ખરીદાયા છે. છેલ્લા દિવસે 90 ખેડુતોને બેાલાવાતાં 40 ખેડુતો આવ્યા હતા.

શનીવારે મેસેજ નથી કરાયા. બાકી રહેતાં ખેડુતો ચણાનો તોલ કરવા આવે ત્યારે રવીવારની રજા હોય છે. આથી ખરીદીના 2 મહિના એટલે કે 60 દિવસમાં શની, રવીની 16 રજા બાદ કરીએ તો રોજના 90 મેસેજ લેખે પણ 4000 ખેડુતોને મેસેજ કરી શકાશે. જેમાંથી સરેરાશ 3000 ખેડુતો ચણા વેંચવા આવી શકે. મતલબ 3700 ખેડુતો માટે સરકારે કાં તો ખરીદી લંબાવવી પડશે કાં તો તેઓ રહી જશે. આથી ખરીદીની ઝડપ વધારવા ખેડુતોએ માંગ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો