બુકિંગ હાઉસફુલ:કેશોદ એરપોર્ટે મુંબઇ જવા ધસારો વધ્યો, 22 વર્ષ બાદ ફરી વિમાની સેવાઓ શરૂ કરવામાં આવી

કેશોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેશોદ એરપોર્ટે - ફાઈલ તસવીર - Divya Bhaskar
કેશોદ એરપોર્ટે - ફાઈલ તસવીર
  • 60 ટકા બુકીંગ જૂનાગઢ-કેશોદથી જ થઇ જાય છે, સાસણથી પણ સહેલાણીઓનું બુકીંગ

કેશોદ એરપોર્ટ પર થી હવાઈ માર્ગે મુંબઈ કેશોદ મુંબઈ આવવા જવા 22 વર્ષ બાદ ફરી વિમાની સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ માટે અલાયન્સ એર નું એટીઆર 72 સીટનું 91 675/76 નંબરનું વિમાન અઠવાડિયામાં ૨વી, બુધ, શુક્ર એમ 3 દિવસ ઉડાન ભરી રહ્યું છે.

લાંબા સમય બાદ કેશોદ એરપોર્ટ પર હવાઈ મુસાફરીની શરૂઆત થતાં પ્રથમ તબક્કામાં કેટલાં યાત્રાળુંઓ મુસાફરી કરશે તેનો અંદાજ લગાવી શકાય નહીં તેથી પ્રાથમીક ધોરણે અડવાડિયા ના 3 દિવસ વિમાન ઉડાન ભરી રહ્યું છે. અન્ય દિવસોમાં વધુ વિમાન ઉડાન ભરે તેવી શક્યતાઓ વચ્ચે અમદાવાદ કેશોદ અમદાવાદ રૂટ પણ શરૂ થાય તેવી ઓથોરીટી અને એલાયન્સ તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે.

આ રૂટની વિમાની સેવાનું ટિક્ટિ બુકીંગ એરપોર્ટ અને એક પ્રાઇવેટ એજન્સી એમ 2 સ્થળો પર થઈ રહ્યું છે. હાલ ગરમીના ઊંચા તાપમાનના હિસાબે 72 સીટર વિમાનમાં 55 મુસાફરો પર્યાપ્ત ગણાય તેથી અત્યારની પરિસ્થિતિ વચ્ચે ફલાઇટનું બુકિંગ હાઉસફુલ છે તેમ કહી શકાય.

આવન જાવન
તારીખ 20 બુધ 38 આગમન 38 રવાના, તારીખ 22 શુક્ર 36 આગમન 45 રવાના, તારીખ 24 ૨વી 50 આગમન 55 રવાના, તારીખ 27 બુધ 44 આગમન 47 રવાના, તારીખ 29 શુક્ર 50 આગમન 40 રવાના, તારીખ 1 રવી 60 આગમન 62 રવાના થયાં હતાં

પુરતો ટ્રાફિક મળી રહે છે
કેશોદ થી મુંબઈ જવા વિમાન નિયમીત બનતાં મુસાફરોનો પુરતો ટ્રાફિક મળી રહે છે. હાલ તમામ ઓનલાઇન બુકીંગ ચાલું છે. લગેજ અને મુસાફરોની સંખ્યાં જોતાં ગરમીના 41-42 ડીગ્રીના માહોલ વચ્ચે વિમાનની ક્ષમતા આધારે મુસાફરોનો પુરતો ટ્રાફિક ગણી શકાય તેમ ખાનગી એર ટીકીટ બુકિંગ સર્વિસના રમેશભાઈ પટોડિયાએ જણાવાયું હતું.

ટ્રાફિક સ્ત્રોત
​​​​​​​
કેશોદ એરપોર્ટ પર જુનાગઢ થી 30 ટકા, કેશોદ થી 30 ટકા જયારે ઓનલાઇન બુકીંગ થી સાસણ ગીર, વેરાવળ, માંગરોળના મુસાફરો મુસાફરી કરતાં હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...