સમસ્યા:પાસીંગ જ ન થતું હોવાને કારણે "છકડો' રીક્ષા ઉદ્યોગ બંધ થવામાં

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદમાં 1990 માં 1 દિવસમાં 300 વાહનો વેચાતા, આજે એકેય નહીં
  • હાલ 25 રીક્ષા રોજ રીપેરીંગ માટે આવે છે, 1500 પરિવારની આર્થિક જીવાદોરી પર લટકતી તલવાર

કેશોદમાં ઇ. સ. 1990 માં છકડાે રીક્ષા બનાવવાની શરૂઆત થઇ હતી જાેત જાેતામાં અસંખ્ય કારખાનાઓ રીક્ષા બનાવતાં થયાં હતાં એમ કહેવાય છે કે એકલા કેશાેદમાંથી જ રાેજની 300 રીક્ષાઓનું વેંચાણ થતું હતું. આ રીક્ષા 1 લીટર ડિઝલમાં 40 કીમી માઇલેજ આપતી હાેય રીક્ષા ચલાવવાનાે ધંધાે કરવાની ઇચ્છા ધરાવતાં લાેકાે માટે આશીર્વાદરૂપ હતી. આજની પરિસ્થીતી જાેઇએ તાે પુનાની ARAI લેબ દ્વારા યુરાે 6 ટેકનાેલાેજી અમલવારી કરતાં પાસીંગ મંજુરી મળતી નથી. જેને લઇને ઉત્પાદન બંધ થયું તેથી 1500 પરીવારની રાેજીરાેટી છીનવાઇ છે. ઉપરાંત આ ધંધાનેે લગતાં કલરકામ કે રેડીયમ લગાવતાં કારીગરાે બેકાર બન્યાં છે.

હવે માત્ર 25 જેટલી રીક્ષા રીપેર થવા માટે આવે છે. તાે એકલદાેકલ કારખાનાવાળા પાેતાનાે ધંધાે ચાલુ રાખવા રીક્ષાના એન્જીનનાે ખેતીના ઓજાર તરીકે ઉપયાેગ અખતરા કરી રહ્યાં છે. આ રીક્ષાને 30 વર્ષ સુધી રીપેર કરી શકાય છે જયારે અત્યારના વાહનાેનું આયુષ્ય માત્ર 10 વર્ષનું જ રહ્યું છે. મતલબ રિક્ષા સસ્તુ અને વજનદાર ટકાઉ વાહન હતું અને સ્પેરપાર્ટ સ્થાનીક મળી જતાં હાેય વેરંટેજની દ્રષ્ટિએ પાેષાય તેવું ત્રિપૈયા વાહન હતું. ખાસ કરીને ગામડાના મુસાફરાેને એસટી બસ સમયસર ન મળતા માલવાહક રીક્ષા મુસાફરીમાં ઉપયાેગ લેતાં હતાં એટલે રીક્ષાનું વેંચાણ વધ્યું હતું.

આધુનિક ગાડા તરીકે મંજૂરી મળવી જોઇએ
નવી ટેકનાેલાેજી અને નવી જનરેશનના કારણે મુસાફરો ખુલ્લી રીક્ષામાં બેસવાનું ટાળે છે. ઉપરાંત યુરાે 6 ટેક્નાેલાેજીના કારણે ARAI પુના લેબમાં પાસીંગ થતું નથી જેના કારણે છકડાે રીક્ષા ઉદ્યાેગ બંધ થયાે છે. છતડાે રીક્ષા દેશી ટેકનાેલાેજીવાળું વાહન છે તેથી રીપેરીંગ ખર્ચ ઓછાે આવે અને ડિઝલ પ્રતિ લીટરે 40 કીમી માઇલેજ આપે છે જે અન્ય વાહન આપતું નથી. આ રીક્ષાને આધુનીક ગાડા તરીકે મંજુરી આપવામાં આવે તાે ફરી ધંધાે શરૂ થાય. - જગદીશભાઇ મિયાત્રા, ઉત્પાદક

1500 ની રોજી છીનવાઇ, જીએસટીની આવક પણ ગઇ
છકડેા રીક્ષા ડાેઢ વર્ષની નવા નિયમ આવતાં ઉત્પાદન બંધ છે. હાલ આ રીક્ષાની કિંમત 1.5 લાખ છે. જેનું વેચાણ સાૈરાષ્ટ્ર, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છમાં થતું હતું. આ વાહન 30 વર્ષ પછી પણ જનરલ બનાવવું સરળ છે તેટલું ખડતલ વાહન છે. નવા છકડાે બનવાનું બંધ થતાં આ વાહનને ફીટીંગ કરવાથી માંડી કલરકામ સુધી 1500 લાેકેેાેની રાેજગારી છિનવાઇ છે જયારે સરકારે જીએસટી સહિતની આવક ગુમાવી છે. - અશ્વિનભાઇ ખટારિયા, છકડો રીક્ષા એસો. પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...