રજૂઆત:પ્રાદેશિક કમિશ્નરે કેશોદમાં પાણીનાં કામોની ચર્ચા કરી

કેશોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસલક્ષી કામનું સ્થળ નીરીક્ષણ કરી વિવિધલક્ષી યોજનાઓ વિશે માહિતી મેળવી

કેશોદ નગરપાલીકા ખાતે પહેલી નવેમ્બરનાં રોજ ભાવનગર પ્રાદેશીક કમિશ્નર અજય દહિયાએ મુલાકાત લીધી હતી.

જેમાં કમિશ્નરે વિવિઘલક્ષી યોજનાઓ અને વિકાસલક્ષી ચાલતાં કામોના સ્થળો જેવા કે નલ સે જલ પ્રોજેકટ અંતર્ગત દેવગઢ હેડવર્કસ થી ત્રાંગડશાપીર હેડ વર્કસ, અમૃતનગર ઉંચી ટાંકી, આલાપ હેડ વર્કસની ઉંચી ટાંકી, આગવી ઓળખ યોજના અંતર્ગત ગાર્ડન ડેવલોપમેન્ટ અન્વયે આંબાવાડીમાં આવેલ બગીચો, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2019-20 અંતર્ગત પ્રગતિ હેઠળના ટાઉનહોલના કામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે કમિશ્નરે પાલિકાના જુદા જુદા વિકાસ કામો સંબધિત ચીફ ઓફિસર પાર્થીવ પરમાર સાથે બેઠક યોજી પ્રોજેક્ટ સંબંધિત માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...