તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:કેશોદનાં પાડાેદર ગામના ખેડૂતાેનાે વરસાદી પાણી નિકાલનાે પ્રશ્ન હલ

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નદીને જાેડતી 1300 મીટર લાંબી 10 ફુટ ઉંડી નહેર બનાવી

કેશાેદના પાડાેદર થી ચાંદીગઢ તરફ જતાં રસ્તાં પર લાંબા સમયથી વરસાદી પાણીનાે નિકાલ થતાે ન હાેય પાણી ભરાતાં ખેડુતાેનાે પાક નિષ્ફળ જતાે હતાે. આ અંગે પાડાેદરના ખેડુતાેએ કલેક્ટર, મામલતદાર તેમજ પંચાયત વિભાગને લેખિત જાણ કરી હતી.

અંતે કલેક્ટરના આદેશ અનુસાર કેશાેદના પંચાયત હેઠળના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખેતરાેનું વરસાદી પાણી નદીમાં ભળી જાય તે રીતે ખેતર અને રાેડ વચ્ચે 1300 મીટર લાંબી અને 10 ફુટ ઉંડી કેનાલ ખાેદવામાં આવી હતી. આથી હવે ખેડુતાેએ પાેતાની જમીનમાં વરસાદી પાણી ભરાવવાનાે પ્રશ્ન હલ થતાં તંત્ર પ્રત્યેે આભાર વ્યક્ત કર્યાે હતાેે.

અન્ય સમાચારો પણ છે...