તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામની વાતો:કેશોદના પાણખાણમાં નાની દીકરી દ્વારા ચિઠ્ઠી ઉપાડી સરપંચ ચૂંટવાની પ્રથા

કેશોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ગામલાેકાેની ચોરા પર મિટિંગ મળે છે. - Divya Bhaskar
ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ગામલાેકાેની ચોરા પર મિટિંગ મળે છે.
  • 4000ની વસ્તી ધરાવતા આ ગામમાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે પસંદગી થયેલા ઉમેદવારોના નામની ચિઠ્ઠી બને છે
  • એક બાળા ચિઠ્ઠીઓ ઉપાડે છે, જે પ્રથમ નામ ખૂલે તે સરપંચ, ત્યાર પછીનાને અન્ય હાેદ્દાઓ સોંપાય છે.
  • આઝાદી પછી એક જ વાર ચૂંટણી થઈ
  • ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતાં વિવાદ વગરના ગામમાં આઝાદી પછી મંડળીમાં પણ ચૂંટણી યાેજાઇ નથી, સમગ્ર ગામ ખેતી પર નિર્ભર છે

કેશાેદનું પાણખાણ ગામ 4000ની વસ્તી ધરાવે છે. આ ગામમાં 80 ટકા હાટી ક્ષત્રિય સમાજના લાેકાે વસવાટ કરે છે. ગામમાં માેટે ભાગે ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. રાજકીય રીતે આ ગામમાં આઝાદી પછી એક જ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યાેજાઇ હતી. ગામની સૂઝબૂઝના કારણે તાલુકા પંચાયતમાં સાલ 2001થી અત્યાર સુધીમાં શાસક પક્ષ તરફેે એક જ ઉમેદવાર ચૂંટણી લડે છે. ચૂંટણી ન થવાથી આ ગામ શાંત અને વાદ વિવાદ વગરનું રહ્યું છે. જયારે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી થાય ત્યા સરપંચ અને સભ્યાેની ચિઠ્ઠી બને છે જેમાં જ્ઞાતી અને અટક આધારે નામાે નક્કી થાય છે ,જેમાં સિસાેદિયા અટકના 3 ફળિયાના, ચાવડા અને ગાંગડા પરીવારનાે એક-એક તેમજ અન્ય જ્ઞાતિના આગેવાન ઉમેદવારાે નક્કી કરવામાં આવે છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા માટે સમસ્ત ગામલાેકાેની એક મિટિંગ મળે છે. જેમાં નાની વયની દીકરી પસંદગી પામેલા ઉમેદવારાેની બનેલી ચિઠ્ઠીમાંથી એક પછી એક એમ ક્રમશ: ચિઠ્ઠી ઉપાડે છે અને પ્રથમ ચિઠ્ઠીમાં જેનું નામ હાેય તેને સરપંચ અને ત્યારબાદ ક્રમશ: જુદા જુદા હાેદાઓ સાેંપવામાં આવે છે. ગ્રામ પંચાયતની ચૂૂંટણી ન થતાં વિવાદ વગરના ગામમાં આઝાદી પછી મંડળીમાં પણ ચૂંટણી યાેજાઇ નથી, જેથી મંડળી પણ સધ્ધરતાથી કામ કરી રહી છે અને અનેક પ્રમાણપત્ર મેળવેલાં છે.

સૌની યોજનાનું પાણી મળે તેવી લોકમાંગ
પાણખાણ ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભમાંથી મોળું પાણી મળે છે. તેથી ત્યાં મીઠા પાણીની સમસ્યા છે. આ કારણે ગામના લોકો એવી માગ કરી રહ્યા છે કે તેમને સાૈની યાેજનાનો લાભ આપવામાં આવે અને નર્મદાનું પાણી નાેરી નદી દ્વારા ગામ સુધી પહોંચાડવામાં આવે તો આ સમસ્યાનો અંત આવે.

અન્ય સમાચારો પણ છે...