પાકની માૈસમથી બજારો સુમસામ:ગ્રામ્ય વિસ્તારના લોકો તો દિવાળીનાં તહેવારો પહેલા જ મૌસમ આટોપી લેવામાં વ્યસ્ત છે

કેશોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંજના સમયે શહેરીજનો દિવડા, રંગોળી, કલર સહિતની વસ્તુઓ ખરીદવા નિકળે છે

કેશોદમાં આ વર્ષે દિવાળીના તહેવાર સમયે સોના ચાંદી, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ, દુકાન, મકાન શણગારવા ઇલેકટ્રીક ચીજ વસ્તુઓની ખરીદી કરવા સામાન્ય કરતાં વધુ સારી ધરાકી જોવા મળી રહી છે. જયારે કાપડ બજારમાં અમુક વેપારીઓ છોડી મોટા ભાગના વેપારીઓ ગ્રાહકની રાહ જોતા જોવા મળી રહ્યાં છે. આ અંગે કાપડ બજારના વેપારીઓનું કહેવું છે કે તહેવાર સમયે પરચૂરણ ખરીદી કરનાર ગ્રાહકો જ જોવા મળતાં હોય છે. કેશોદની બજારો આસપાસના તાલુકાના ખેડૂતોની ખરીદી પર નિર્ભર છે.

હાલ દિવાળી સમય હોય વરસાદી વાતાવરણ વચ્ચે થોડું મોડું થતાં ખેડૂતો તૈયાર મોલ સાચવવા ખેતરમાં પડ્યાં પાથર્યા રહે છે તેથી બજારમાં જોઈએ તેવો ગ્રાહકોનો માહોલ જોવા મળતો નથી. દિવાળી પછી જેવા ખેડૂતોને ખેતીમાંથી નવરાસ મળશે કે તુરંત લગ્નસરા જેવા પ્રસંગોની શરૂઆત થતાં બજારોમાં ઘરાકી જોવા મળશે. હાલ સોનું-ચાંદી ખરીદવું શુભ માનવામાં આવતું હોય છે જ્યારે ઈલેક્ટ્રોનિકમાં ખાસ ઓફર હોય વસ્તુ સસ્તી પડશે તે હેતું થી ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે. તેમજ રસ્તાં પર રેકડીવાળા કે પાથરણાં વાળા પાસે દિવડા, રંગોળી કલર, રંગોળી સ્ટીકર, ડેકોરેશન આર્ટીકલ જેવી ચીજ વસ્તુઓની ખરીદી કરવા મશગુલ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...