કેશોદ પંથકમાં લોકો આધારને પાનકાર્ડ સાથે લીંક કરવા દોડાદોડી કરી રહ્યાં છે અને વિવિધ કેન્દ્રો પર આ કામગીરી શરૂ છે. પરંતુ આધારકાર્ડમાં જન્મ તારીખની ભુલ હોય તો તેમને સુધારવા જન્મ તારીખનો દાખલો ફરજીયાત છે. કારણ કે લીવીંગ સર્ટી માટેનું ઓનલાઈન ઓપશન જ નથી. જેથી અરજદારો તલાટી પાસે જઈ રહ્યાં છે. પરંતુ 50થી વધુ વયના લોકોના રેકર્ડ ગ્રામ પંચાયત પાસે ઉપલબ્ધ ન હોય દાખલો નિકળી શકતો નથી. જેથી આ અંગે યોગ્ય કરવાની માંગ ઉઠવા પામી છે.
શું કહે છે અધિકારી ?
મામલતદારે જન્મ મરણ નોંધ તલાટીની જવાબદારી છે. તેમ કહી સ્કુલ દ્વારા આપવામાં આવતાં જન્મના દાખલાં આધારે તલાટી દાખલો આપી શકે અથવા અન્ય રસ્તાઓ નીકળે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. તે માટે ક્લેક્ટરને જાણ કરાશે.
શું કરવું કાંઈ સુઝતું નથી
કેશોદના બાબુભાઈ મનસુખભાઇ ભરડા તેમના પત્નિ મણીબેનનું આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલતી ન હોય આધાર - પાન લિંક થતું નથી. તેમના પત્નિ માળિયાનાં દુધાળાના હોય અને તેમનો સંબંધી તલાટીમંત્રી પાસે જતા તેમણે ખર્ચના 5000 માંગ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. તે સમયે સરપંચ પણ હાજર હતા.
જુનું રેકર્ડ જ નથી
કેશોદના ચર ગામના રાજાભાઇ નથુભાઈ ઝાલાએ જણાવ્યું કે આધાર કાર્ડમાં જન્મ તારીખમાં સાલ 1968 છે પાનકાર્ડમાં 1963 છે. પાનકાર્ડની તારીખ સાચી છે. લિંક થતું નથી. જન્મનો દાખલો નથી. ગામમાં તલાટી રેકર્ડ ન હોવાનું જણાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.