લેન્ડ ગ્રેબર:કેશોદમાં સ્મશાન પાસેથી પેશકદમી હટાવવામાં પાલિકાની બેદરકારી

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 વખત તો અરજી અનામી હોવાનું બહાનું આગળ ધર્યું તું

કેશોદ પાલીકાની હદમાં આવતા સ્મશાન રોડ પર ટીલોરી નદીના કાંઠે એક માતા-પુત્રએ પેશકદમી કરી દુકાનો ચણી લીધી છે. આ અંગે પાલીકાને તા. 12 અને 30 જુલાઇ એમ બે વખત અનામી અરજી થઇ હતી. પણ બંને વખત પાલિકાએ અરજી અનામી હોવાના બહાને કાર્યવાહી ન કરી. સભ્યો વચ્ચે વિરોધાભાસને લઇને પણ પાલિકા લેન્ડ ગ્રેબર માતા-પુત્ર સામે લાચાર બની ગઇ છે.

કેશોદ પાલીકાના ઇજનેરે પહેલી અરજી બાદ રોજકામ કરી રહેમાન ઇકબાલભાઇ કોટવાલી અને તેની માતા બીલકીસ ઇકબાલભાઇ કોટવાલીને 7 દિવસમાં સ્વખર્ચે દબાણ દૂર કરવા નોટીસ ફટકારી હતી. છતાં દબાણ દુર ન થતાં અનામી અરજી પર કાર્યવાહી ન થાય એવું બહાનું આગળ ધરી પાલીકાએ સમય વેડફી નાંખ્યો હતો. આ કાર્યવાહી ન થાય એ માટે પેશકદમી કરનારાઓએ પાલીકા ઉપર દબાણ કરવા સાથે ખુદ પાલિકાનાજ સભ્યોનું અંદરો અંદર વિરોધાભાસી વલણ જોવા મળ્યું હતું. આથી 15 દિવસ પછી ફરી અનામી અરજી થઇ. જેમાં જે તે વિસ્તારના સભ્યો વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી કરવા જણાવાયું હતું. આથી પાલીકાએ 3 દિવસની આખરી નોટીસ આપી. આમ છતાં દબાણ ન હટાવાયું. આમ વધુ 2 મહિનાનો સમય વિતી ચૂક્યો હતો. હવે પાલિકાએ ત્રીજી નોટીસ આપી છે. પણ દબાણકારો સાથે માથાકૂટ એવી ધારણા બાંધી લઇ પાલીકાએ પોલીસ રક્ષણ માંગ્યું છે.

અન્ય સમાચારો પણ છે...