તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા હલ થશે:ડ્રેનેજ માટે પાલિકાએ 1.42 કરોડ ફાળવ્યા

કેશોદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1300 મીટરની ડ્રેનેજ વોર્ડ નંબર 6 ને વરસાદી પાણીથી બચાવવામાં આવશે

કેશોદ વોર્ડ નં. 6 ના રણછોડનગર, ગોપાલનગર તેમજ આસપાસના નિચાણવાળા રહેણાંક વિસ્તારમાં ચોમાસાનું વરસાદી પાણી મકાનોમાં ઘૂસી જતું હતું. જેનાથી આખો વિસ્તાર ચોમાસાના 3 મહિના પાણીમાં ગરક રહેતો હતો. મકાનોમાં પાણી ઘૂસી જતા હોઇ બીજી જગ્યાએ રહેવા જવા વ્યવસ્થા કરવી પડતી હતી. આથી આ વિસ્તારના લોકો લાંબા સમયથી ચોમાસાના પાણીના નિકાલાની માંગ કરી રહ્યા હતાં.

તાજેતરમાં યોજાયેલી પાલીકાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણીના ઢંઢેરામાં આ સમસ્યાને પહેલું સ્થાન આપ્યું હતું. હવે જ્યારે ભાજપે પાલીકાનું શાસન સંભાળ્યું છે. ત્યારે ચીફ ઓફીસર પાર્થીવ પરમાર, શહેર સંગઠનના પ્રમુખ પ્રવિણભાઇ ભાલાળા, મહામંત્રી જતિનભાઇ સોઢા, પ્રફૂલભાઇ પંડ્યા, પાલીકા પ્રમુખ લાભુબેન પીપલિયા તેમજ પાલીકા સદસ્યો દ્વારા પ્રથમ ચૂંટણી ઢંઢેરાને બહાલી આપવા ડ્રેનેજ બનાવવા 1 કરોડ 42 લાખ રૂપિયાની ગ્રાંટ ફાળવી છે.

જેની ટેન્ડર સિવાયની તમામ સાધનીક કાર્યવાહી પૂરી કરી દેવાઇ છે. આ ડ્રેનેજની કામગીરીના ટેન્ડર ભરવાની છેલ્લી તા. 9 જુન છે. જે પ્રક્રિયા પૂરી થતાં વરૂડીમાં ગાડા માર્ગ પર 1300 મીટર લાંબી ડ્રેનેજ બનાવવાનું કામ શરૂ થશે. જેને લીધે વોર્ડ નં. 6 તેમજ આસપાસમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ થશે.

ડ્રેનેજની ડીઝાઇન
1 કરોડ 42 લાખની આ સ્ટ્રોર્મ ડ્રેઇન વોટર કેવદ્રા રાજમાર્ગ તરીકે આેળખાતાં માંગરોળ રોડથી શરૂ થઇ વરૂડીમાં મંદિર તરફ 1300 મીટરની લંબાઇની રહેશે. જેમાં 1200 એમએમના પાઇપનો ઉપયોગ થશે. દર 30 મીટરે તેમાં ચેમ્બર રાખવામાં આવશે. જેના ઢાંકણામાં હોલ રહેશે. જેથી ડ્રેનેજ સફાઇની કામગિરી અને ચોમાસાના પાણીનો નિકાલ સહેલાઇથી થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...