જૂનાગઢ:દરસાલીનાં દંપત્તિના હત્યારા પોલીસના હાથવેંતમાં જ

કેશોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પગેરું દબાવી રહી છે, અનેકની પુછપરછ

માંગરોળના દરસાલીના 4 માસ પહેલાં પ્રેમલગ્ન કરનાર દંપત્તિની વંથલી પાસે હાઇવે પર થયેલી હત્યા બાદ પોલીસ આરોપીઓની ઠેરઠેર શોધખોળ ચલાવી રહી છે. પણ બે દિવસથી હત્યારાઓ હાથમાં આવ્યા નથી. જોકે, તેઓ પોલીસની પહોંચથી બહુ દૂર ન હોવાનું પોલીસનું કહેવું છે. માંગરોળના દરસાલીના સંજય રામશીભાઇ રામ અને તેની પત્ની ધારાની વંથલી પાસે બે દિવસ પહેલાં હાઇવે પર કુહાડીના ઘા ઝિંકી હત્યા થઇ ગઇ હતી. આ બનાવમાં બે શખ્સો પાછા કેશોદ તરફ અને ત્યાંથી અજાબ રોડ થઇ મેંદરડા તરફ ગયાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ત્યારે આરોપીઓને પકડવા પોલીસે ભીંસ વધારી દીધી છે. સીસી ટિવી ફૂટેજની સાથે અન્ય સ્થળોએ અનેક લોકોની પુછપરછ ચાલી રહી છે. આરોપીઓ હાથવેંતમાં હોવાનું અને એક બે દિવસમાં ઝડપાઇ જશે. એમ કેશોદના ડિવાયએસપી ગઢવીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...