તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપવાસ:કેશોદ કોંંગ્રેસે પ્રતિક ઉપવાસના બીજા દિવસે 600 કરતાં વધુ વાંધા અરજીઓ સ્વિકારી

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉપવાસી છાવણીમાં કાર્યકરો હાજર રહ્યાં. - Divya Bhaskar
ઉપવાસી છાવણીમાં કાર્યકરો હાજર રહ્યાં.
  • ઉપવાસ લાંબો સમય ચાલશે તો વાંધા અરજીમાં વધારો થવાની શક્યતાં

કેશોદ નગરપાલીકાએ સફાઇ અને દીવાબત્તી કરમાં 10 ટકા વધારો કર્યો છે. જેના વિરોધમાં કોંગ્રેસ સમિતી અચોક્કસ મુદત માટે પ્રતિક ઉપવાસ પર બેઠી છે.

જેને ધ્યાને લઈને સ્થાનિકો પાસેથી વાંધા અરજી સ્વિકારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં આગેવાનો દ્વારા સવારના 11 થી 6 પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. ઉપવાસના બીજા દિવસે સ્થાનીક સમિતીના કાર્યકરો દ્વારા પાલીકાએ કરેલ વેરા વધારો પરત ખેંચવા 600 જેટલાં શહેરીજનો પાસેથી વાંધા અરજીઓ સ્વિકારવામાં હતી. ઉપવાસ લાંબો સમય ચાલશે તો પક્ષના મોટા આગેવાનો આ છાવણીની મુલાકાત લે તેમજ વાંધા અરજીઓની સંખ્યા વધેે તેેેેવું જાણવા મળી રહ્યું છે. ઉપવાસમાં સમીરભાઇ પાચાણી, અશ્વીનભાઇ ખટારિયા, હમીરભાઇ રામ સહિતના કાર્યકરો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...