ગ્રામસભા:માણેકવાડાની ગ્રામસભામાં એસટી બસનો મુદ્દો ઉઠ્યો

માણેકવાડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીપત્રક, સર્વિસ રોડ, ગટરનું અધુરૂં કામ સહિતના પ્રશ્નો રજૂ થયા
  • ​​​​​​​છાત્રોએ કહ્યું, કેશોદ-મેંદરડા રૂટની બસના સમયમાં ફેરફાર કરો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શરૂ થનાર સ્વચ્છ અભિયાન અંતર્ગત વિવિધ જિલ્લામાં ગ્રામસભા યોજવામાં આવી હતી. ત્યારે જ કેશોદના માણેકવાડામાં ગ્રામસભા યોજાઈ હતી.જેમાં ડે. કલેક્ટર રેખાબા સરવૈયા, ટીડીઓ અર્પણ ચાવડા, તલાટી યુ.એન વાઢેર, સરપંચ ભીખુભાઈ, મેરામભાઈ સહિત ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

અને ગ્રામજનોએ ભારે વરસાદ થી ખેતરોમાં થયેલ ધોવાણ, એસટી બસના સમયમાં ફેરફાર કરવો અને માણેકવાડામાં નેશનલ હાઇવે દ્વારા ચાલી રહેલા રોડ, ગટરના અધૂરા કામો સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ઉપરાંત હાલ તલાટી મંત્રીઓ હડતાળ પર હોવાથી મગફળી નોંધણીમાં જરૂરી પાણી પત્રકમાં સહી-સિક્કા થઈ શકતા નથી. આ તમામ પ્રશ્નો અંગે યોગ્ય કરવાની ખાત્રી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...