નિર્ણય:જાણ બહાર અને અધિકારી વિના કેવદ્રામાં યોજાયેલી ગ્રામસભા લોકોએ બંધ રખાવી

કેશોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરી ગ્રામસભા બોલાવવા સોશ્યલ મીડિયા, માઇક મારફતે ઢંઢેરો પીટાવ્યો

કેશોદના કેવદ્રા ગ્રામ પંચાયતની ગ્રામસભા ગત તા.12 નવેમ્બરના રોજ યોજાઇ હતી. પરંતુ તેની ગ્રામજનોને જાણ ન હોવાથી ફરીથી તા.16ના રોજ ગ્રામ સભા યોજવા સોશ્યલ મિડીયા તથા માઇક મારફતે પ્રચાર કર્યો હતો.

વિકાસ કમિશ્નર ગાંધીનગરના પરિપત્ર અનુસંધાને પીપલ્સ પ્લાન કેમ્પેઇન અંતર્ગત કલેક્ટરના આદેશ અનુસાર ગત તા. 12 નવે.ના રોજ ગ્રામસભા યોજાઈ હતી. જેમાં પરીપત્ર મુજબ પાણી, અન્ન અને નાગરીક પુરવઠો, પંચાયત, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, કાયદો અને વ્યવસ્થા તેમજ કોરોના વેક્સિનેશન જેવી વિવિધ યોજનાઓ તેમજ લોકોની સુખાકારી વિકાસલક્ષી મુદ્દાઓની ચર્ચાઓ, પ્રશ્નોતરી, રજૂઆતો થઈ હતી. તેવા સંજોગોમાં ગ્રામસભાના લાયઝન ઓફીસર મામલતદાર ગેરહાજર રહ્યાં હતા. તેમજ ગ્રામજનોને જાણ કર્યાં વગર સભા યોજી હોવાનો આક્ષેપ કરી વિરોધ જતાવ્યો હતો. આ માટે તેમણે પર્યાપ્ત કાયદાકીય કારણો રજુ કરી ગ્રામસભા મુલત્વી રાખવા જણાવ્યું હતું. આથી ગ્રામ પંચાયત કેવદ્રા દ્વારા આ ગ્રામસભા મુલત્વી રાખી આગામી તા. 16 એટલે કે આજે ફરી યોજવાની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...