જૂનાગઢ:વંથલી પાસે દંપતિની હત્યામાં યુવતીનો ભાઇ જ હત્યારો નિકળ્યો

કેશોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખરેડાના પાટિયા પાસેથી પકડાયા, કોરોના ટેસ્ટ કરાશે

માંગરોળના દરસાલીમાં 4 માસ પહેલા પ્રેમલગ્ન કરનાર દંપતીની વંથલી પાસે હાઇવે પર કુહાડીના ઘા ઝીકી હત્યા કરાઈ હતી અને હત્યારાઓ નાસી ગયા હતા જો કે પોલીસે આ બનાવમાં બે શખ્સોની અટક કરી છે. પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. માંગરોળના દરસાલી ગામના સંજય રામશીભાઈ રામ અને તેમની પત્ની ધારાની ત્રણ દિવસ પહેલા વંથલી નજીક હાઇવે પર કુહાડી ના ઘા ઝીકી હત્યા કરાઈ હતી.અને હત્યા બાદ આ બન્ને શખ્સ શખ્સ કેશોદ તરફ થી મેંદરડા પહોંચ્યા હોવાનું બહાર આવ્યું હતું.આ બન્નેને ઝડપી લેવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે ખરેડા ગામના પાટિયા પાસેથી રાજેશ ભાણા પરમાર,અમિત રમણીક ગેરેજાને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...