તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેશોદમાં આશરે 2 મહિના પહેલાં એક શખ્સ યુવતીને લવ જેહાદનો ભોગ બનાવી ભગાડી ગયા બાદ તેની માતાએ પોતાની પુત્રી પ્રેમી સાથે મળી રૂ. 4.75 લાખની ચોરી પણ કરી ગઇ હોવાની રજૂઆત પોલીસને આપેલી અરજીમાંકરી છે. પોલીસને આપેલી અરજીમાં યુવતીની માતાએ લાંબા સમયથી પોતાની પુત્રીને લવજેહાદનો ભોગ બનાવીને ભગાડી જનાર માંગરોળ તાલુકાના ખરેડા ગામના કાસીમ હૈદરબાપુ કાદરી (ઉ. 24) અને પોતાની 22 વર્ષિય પુત્રી સામે ફરિયાદ કરી છે.
જેમાં તેમણે જણાવ્યું છેકે, 2 મહિના અગાઉ કાસીમ બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. એ અગાઉ કાસીમે પોતાની પુત્રી સાથે મળી પોતાના ઘરમાંથી રૂ. 4.75 લાખની રોકડ રકમની ચોરી કરી હતી. યુવતીની માતાએ બનાવને લવ જેહાદ ગણાવી તેની તટસ્થ તપાસ કરાવવા માંગણી કરી છે.
આ રજૂઆત વખતે યુવતીના માતા-પિતા, વિશ્વ હિન્દુ પરીષદ પ્રમુખ મેહુલ ગોંડલિયા, શહેરના અગ્રણીઓ રજનીભાઇ બામરોલિયા, ગોવિંદભાઇ ડાંગર સહિતના હાજર રહ્યા હતાં. અને આરોપી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. લવજેહાદના કિસ્સામાં દાખલારૂપ સજા કરવા પણ માંગ કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.