તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:રોઝડીના બચ્ચાંને બચાવવા ફોન કરતાં વનવિભાગના ગલ્લાંતલ્લાં

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદના શેરગઢ અને કૃષ્ણનગર વચ્ચે 2 બચ્ચાંને રોઝડીએ છોડી દીધા

કેશોદના શેરગઢથી થાેડે દુર વાડી વિસ્તારમાં રોઝડીએ 2 બચ્ચાને જન્મ આપી ત્યજી દેતાં ખેડુતે સાચવ્યા હતા. વનવિભાગે તેનું માતા સાથે મિલન કરાવવામાં ગલ્લાંતલ્લાં કર્યા બાદ અનીમલ કેરમાં ખસેડ્યા હતા.

કેશોદના શેરગઢ અને કૃષ્ણનગર વચ્ચે આવેલા વાડી વિસ્તારમાં રોઝડી 2 બચ્ચાંને જન્મ આપી જતી રહી હતી. ખેડુતે તેને શ્વાન અને જંગલી પ્રાણીઓથી બચાવવા છકડો રીક્ષામાં લોખંડનો દરવાજાે ઢાંકી રક્ષણ આપ્યું હતું. અને જાળવણી કરી હતી. ખેડુતે બચ્ચાંને બચાવવા વનવિભાગને જાણ કરી હતી. આમ છતાં 24 કલાક સુધી વન કર્મચારીઓએ આંટાફેરા કર્યા હતા.

બાદમાં કર્મચારીઓએ બંને બચ્ચાનું માતા સાથે મિલન કરાવવાને બદલે એનીમલ કેરમાં માેકલી આપ્યા હતા. આ અંગે નેચર નીડ ચેરીટેબલ ટ્રસ્ટના એનજીઓ દ્વારા વનવિભાગના અધિકારી પર ગંભીર આક્ષેપ કરાયા હતા. અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે એમ જણાવ્યું હતું.

વન અધિકારીની બેદરકારી સામે આવી
આ અંગે નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટના અભયભાઇ વ્યાસે જણાવ્યું કે, વનવિભાગે 24 કલાક પ્રયત્ન ન કર્યા. માતા સાથે મિલન કરાવવાની જગ્યાએ એનીમલ કેરમાં મોકલી આપ્યા. આ રેસ્ક્યુમાં અધિકારી હાજર ન રહ્યા એ ગંભીર ગુનો છે.

અન્ય સમાચારો પણ છે...