તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઇમ:ફાયનાન્સ એજન્ટે મોબાઈલ ડીલીવરીનું સ્થળ ખોટું દર્શાવી છેતરપીંડી આચરી

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકે સાયબર સેલમાં અરજી કરી, ખોટા એડ્રેસ પર ડીલીવરી થતી અટકાવી

કેશોદના એકલેરા ગામના યુવાને ફાયનાન્સ એજન્ટ મારફત ઓનલાઇન બે મોબાઇલ ફોનની ખરીદી કરી હતી. જેમાં એજન્ટે મોબાઇલની ડીલીવરીનું સ્થળ ખોટું બતાવ્યું હતું.

આથી ગ્રાહકે પોતાની સાથે છેતરપીંડી થતી હોવાની શંકા જતાં સાયબર સેલ જૂનાગઢને વોટ્સએપ મારફત અરજી આપી મોબાઇલની ડીલવરી અટકાવી પોલીસે તપાસ હાથ ધરી છે.

ઓનલાઇન ખરીદીમાં જુદા-જુદા પ્રકારે છેતરપીંડી થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. તેવો એક કિસ્સો કેશોદના એકલેરા ગામના પ્રતાપભાઇ કાળાભાઇ સીસોદિયા સાથે ફાયનાન્સ એજન્ટે છેતર્યા હોવાનું બહાર આવ્યું છે. પ્રતાપભાઇએ બજાજ ફાયનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા એજન્ટ મારફત રૂ. 36,000ની કિંમતના 2 મોબાઈલ ફોનની ઓનલાઇન ખરીદી કરી હતી. પાછળથી તેને જાણ થઇ કે એજન્ટે મોબાઇલની ડીલીવરીનું સ્થળ ખોટું બતાવ્યું છે. ગ્રાહકે સામાજીક કાર્યકર ભરતભાઇનો સંપર્ક કરી તેની મદદ લઈ સાયબર ક્રાઇમ જૂનાગઢને વોટ્સએપ મારફત અરજી કરી ડીલીવરી અટકાવી હતી. પાેલીસને અરજદાર સાથે ફ્રોડ થયાની શંકા જતાં તપાસ હાથ ધરી છે. એજન્ટે ગ્રાહકને પોતે બજાજ કંપનીનું ફાયનાન્સ કરતો હોય અને રાજકોટમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...