તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:શેઢા પાડોશીએ બનાવેલો પાળો હટાવવા ખેડૂતે કરી રજૂઆત

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદના મઢડા રોડ પરની જમીનમાં પાળો બનાવતાં પાકને નુકસાન

કેશોદના ચાંદીગઢ ગામે રહેતા ચનાભાઇ વાસાભાઇ નાગસની સંયુક્ત પરિવારની મઢડા રોડથી પશ્ચિમ તરફ ખેતીની જમીન આવેલી છે. આ જમીન પર પૂર્વ તરફ હાંડલા તેમજ આસપાસના વિસ્તારનું વરસાદી પાણી પસાર થઇ પશ્ચિમ તરફ વહે છે. પશ્ચિમ તરફ આવેલાં પ્રવિણભાઇ દિપભાઇ નામના ખેડુતે માટીનો પાળો બનાવી નાખતાં ચનાભાઇની જમીનમાં વરસાદી પાણી ભરાતાં 40 વિઘાનો પાક નિષ્ફળ જાય છે.

આ અંગે ચનાભાઇએ વર્ષ 2015 માં કેશોદ મામલતદાર સમક્ષ કેસ દાખલ કર્યો હતો. આથી મામલતદારે 6 ફૂટનો પાળો હટાવવા હુકમ કર્યો હતો. પણ પ્રવિણભાઇએ પાળો હટાવી ફરી બનાવી નાંખ્યો હતો. આ વાતને 5 વર્ષ વિતી ગયા બાદ પોલીસમાં અરજી કરી. પણ પોલીસે અરજી ન સ્વીકારી. અને તંત્ર પાળો હટાવતું નથી. આથી ચનાભાઇના પુત્ર સેજાભાઇએ ગુજરાતના રાજ્યપાલને ફરિયાદ કરી છે. ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

અરજદારે કાર્યવાહી કરવી જોઇએ
આ કેસમાં પ્રવિણભાઇએ એક વખત પાળો હટાવી ફરી પાછો બનાવ્યો છે. અમે તો પાળો હટાવવા હુકમ કરી દીધો છે. હવે સેજાભાઇએ પોલીસ રક્ષણ માંગી કાર્યવાહી કરવી જાેઇએ. - પી. એમ. કટારા, મામલતદાર

અન્ય સમાચારો પણ છે...