રાજ્યમાં ફરી કોરોનાનાં કેસમાં વધારો થતા સરકારે નવી ગાઈડ લાઈન જાહેર કરી હતી. જેમાં લગ્ન, સામાજિક, ધાર્મીક સહિતનં જાહેર કાર્યક્રમોમાં 400નાં બદલે 150 લોકોને જ મંજૂરી આપી છે. જેથી અનેક પરિવારો મુંઝવણમાં મુકાયા છે.
કારણ કે લગ્ન જોવડાવ્યા બાદ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી. અને મહેમાનોને કંકોત્રી પણ પહોંચાડી દીધી હતી. આ ઉપરાંત કેટર્સ, મંડપ સર્વિસ, વિડિયોગ્રાફીનાં ઓર્ડર પણ અપાયા હતા. જે હવે કેન્સલ થવા લાગ્યા છે. જે પરિવારને ત્યાં 22 જાન્યુઆરી બાદ લગ્ન પ્રસંગ યોજાવાના છે તે હજુ અવઢવમાં છે. કારણ કે આ તારીખે સરકાર દ્વારા ફરી નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવશે. જો કેસ વધશે તો હજુ પણ આકરા પ્રતિબંધો આવી શકે છે.
પરિવારોમાં કોરોના મહામારીનો પણ ડર
જે પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ યોજાવાનો છે. જો ત્યાં વધુ ભીડ એકઠી થાય તો કોરોના સંક્રમણ વધી શકે છે. જેથી અમુક પરિવારો સ્વેચ્છીક લગ્ન પ્રસંગ મૌકુફ રાખવાનો નિર્ણય પણ આગામી દિવસોમાં લઈ શકે
છે.
ડિઝીટલ કંકોત્રી છપાવી - આ અંગે કંકોત્રીનાં વ્યવસાય સાથે સંકળાયેલા અંકુરભાઈ પ્રભુદાસભાઈ ફળદુએ કહ્યું હતું કે, કોરોના કાળને લીધે લોકોએ ફીઝીકલ કંકોત્રીની જગ્યાએ ડિઝીટલ કંકોત્રી છપાવી છે. કમુરતા બાદ મોટા પાયે લગ્ન પ્રસંગ યોજાવાનાં છે. જેથી લોકોએ માત્ર 50થી 100 નંગ જ કંકોત્રીનાં ઓર્ડર આપ્યા છે. વધુ કેન્સલ કરાવ્યા છે.
ડેકોરેશનનાં ત્રણ ઓર્ડર કેન્સલ થયા છે - આ અંગે ડેકોરેશનનું કામ કરતા હીરેનભાઈ મનુભાઈ વણપરીયાએ કહ્યું હતું કે, સરકાર દ્વારા નવી ગાઈડ લાઈન જાહેર થતા જ અમને મળેલ ઓર્ડરમાંથી ત્રણ ઓર્ડર પરિવારોએ કેન્સલ કરાવ્યા છે.
શું કહે છે ડીજે સંચાલક
આ અંગે ડીજે સંચાલક કશ્યપભાઈ લાલજીભાઈ પાનસેરીયાએ કહ્યું હતું કે, અમારી પાસે 40 ઓર્ડર હતા. પરંતુ હાલની સ્થિતીને લઈ 95 ટકા ઓર્ડર રદ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.