જૂનાગઢ:દંપત્તિના હત્યારા પોલીસના હાથવેંતમાં

કેશોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળના દરસાલીના 4 માસ પહેલાં પ્રેમલગ્ન કરનાર દંપત્તિની વંથલી પાસે હાઇવે પર થયેલી હત્યા બાદ પોલીસ આરોપીઓની ઠેરઠેર શોધખોળ ચલાવી રહી છે. પણ બે દિવસથી હત્યારાઓ હાથમાં આવ્યા નથી. જોકે, તેઓ પોલીસની પહોંચથી બહુ દૂર ન હોવાનું પોલીસનું કહેવું છે. માંગરોળના દરસાલીના સંજય રામશીભાઇ રામ અને તેની પત્ની ધારાની વંથલી પાસે બે દિવસ પહેલાં હાઇવે પર કુહાડીના ઘા ઝિંકી હત્યા થઇ ગઇ હતી. દરમ્યાન આરોપીઓ હાથવેંતમાં હોવાનું અને એકબે દિવસમાં ઝડપાઇ જશે. 

અન્ય સમાચારો પણ છે...