રોપાનું વિતરણ:કોંગી માજી ધારાસભ્યનું સન્માન ન થતાં વિવાદ, પછી તુલસીનો છોડ આપ્યો

કેશાેદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદમાં વન મહોત્સવની ઉજવણી: 5000 વૃક્ષનાં રોપાનું વિતરણ

કેશાેદમાં 72 માં જિલ્લાકક્ષાના વનમહાેત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બાળ અધિકાર સંરક્ષણ આયાેગના ચેરમેન જાગૃત્તિબેન પંડયા હાજર રહ્યાં હતાં. આ 72 માં વનમહાેત્સ અંતર્ગત સામાજીક વનીકરણ કેશાેેદ રેન્જ વિભાગ દ્વારા સંકલ્પના ભાગરૂપે 5000 રાેપાનું વિતરણઅને 1000 રાેપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ તકે આઇએફએસ ડા.ે એસ. કે. બેરવાલ, ડા.ે અંશુમન, ધારાસભ્ય દેવાભાઇ માલમ, જિ. પં. પ્રમુખ શાંતાબેન ખટારિયા, પાલીકા પ્રમુખ લાભુબેન પીપલિયા સહિતના હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં સ્ટેજ પર મહેમાનાેના સ્વાગત વખતે પ્રથમ હરાેળમાં બેસેલા કાેંગ્રેસના માજી ધારાસભ્ય હમીરભાઇ ધુળાનું સન્માન ચુંકાયું હતું,જેથી વિવાદ સર્જાયાે હતાે. બાદ તુલસીનો છોડ આપી સન્માન થતાં વિવાદ ટળ્યાે હતાે.

ભેદભાવ શા માટે રાખો ? અેમ સંભળાવી દીધું
કાેંગ્રેસના ધારાસભ્ય હમીરભાઇ ધુળાનું સ્વાગત ન કરાતાં તેમણે સ્ટેજ પર ભેદભાવ શા માટે રાખાે તેમ સંભળાવી દીધું હતું, ત્યારબાદ તેમનું સન્માન થયું હતું. જેમાં વન અધિકારીનાે કાેઇ દાેષ નથી પરંતુ બાજુમાં બેસેલા રાજકીય આગેવાનાેએ સન્માન વખતે મારી ઓળખ આપવી જાેઇતી હતી, તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...