આજનાં સમયમાં બાળકોથી માંડી વડીલો પણ મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. અને દેશી રમતોનાં બદલે મોબાઈલમાં રમાતી ગેમમાં વધુ રૂચી ધરાવતા હોય છે. ત્યારે જ કેશોદમાં રોટરી કલબ દ્વારા ધમાલ ગલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને વિવિધ રમતો યોજાઈ હતી. જેમાં બાળકોએ પણ ભાગ લીધો હતો.
કેશોદ શહેરમાં રોટરી કલબ દ્વારા ભુલાતી જતી જુની રમતોને લઈ ધમાલગલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લંગડી, લોખંડની રીંગ, ટાયર ફેરવવા, કાગળની હોડી, દોરડા કુંદ, લીંબુ ચમસી, કોથળા દોડ, રસ્તા ખેંચ સહિતની રમતો યોજાઈ હતી. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નાના બાળકો, યુવાનો પણ જોડાયા હતા. આ તકે પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પ્રવિણભાઈ ભાલાળા, ભરતભાઈ કોરીયા, ભુપતભાઈ વાજા, હિતેષભાઈ ચનિયારા, જીતેન્દ્રભાઈ ધોડકીયા, હિતેષભાઈ રામોલીયા, ડો.સ્નેહલ તન્ના સહિતનાં ઓએ પણ વિવિધ રમત રમી હતી.
બાળકો શારિરીક- માનસિક સક્ષમ બને છે
આ રમતોને લઈ આયોજકોએ જણાવ્યું હતું કે, આ જુની રમતો રમાડવાથી બાળકો શારિરીક અને માનસિક રીતે સક્ષમ બને છે. જ્યારે બાળકોએ કહ્યું હતું કે, સ્કુલોમાં આવી રમતો રમાડવામાં આવતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.