ડાઇવર્ઝનનાં કારણે બે અકસ્માત:ગડુ નજીક મેઘલ નદીનો પુલ બન્યો અકસ્માત ઝોન, એક મહિનામાં બેનાં મોત થયા

ગડુ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગડુ નજીક મેઘલ નદીનો પુલ અકસ્માત ઝોન બન્યો છે. એક મહિનામાં અકસ્માતમાં બે મોત થયા છે. તેમજ ડાઇવર્ઝનનાં કારણે બે અકસ્માત થયા હતાં. નેશનલ હાઈવે પર ગડુ નજીક મેઘલ નદીનાં પુલ પર છેલ્લા ચાર વર્ષથી ડાઇવર્ઝન છે, જેના કારણે અવાર - નવાર અકસ્માત સર્જાય છે.

આ ડાઇવર્ઝન ક્રોસ કરતી વખતે એક ટ્રક રોડ થી 50 ફૂટ ખાડામાં પલ્ટી માર્યો હતો. જેમાં સવાર ડ્રાઇવર કંડકટર સહિત અન્ય એક વ્યક્તિ બેઠેલા હતાં,તેમનો બચાવ થયો હતો. આ ઉપરાંત અક્ષરવાડી નજીક વણાંકમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર લોકોને સામાન્ય ઇજા પહોંચતા 108 મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. તંત્રની બેદરકારીનાં કારણે એક મહિનામાં 2 નાં મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...