તપાસ:ગુમ થયેલા યુવકનો મૃતદેહ પથ્થરની ખાણમાંથી મળ્યો

કેશોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે પ્રાથમીક તપાસ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

કેશોદના મેસવાણ ગામેે રહેતાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતાં યુવકનો પથ્થરની ખાણમાં રહેલાં પાણીમાં મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મુળ કારેજના હાલ મેસવાણ ખાતે રહેતાં દિપકભાઇ ભોવાનભાઇ ઉર્ફે ભાદાભાઇ કામરિયા નામનો પરિણીત યુવક 2 દિવસથી ગુમ થયો હતો.

પરીવાર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે આ યુવક જે સ્ટોન ક્રશરમાં નોકરી કરતો હતો તેની પથ્થરની ખાણમાં પાણીમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી હોસ્પિટલ ખાતે લાવી પ્રાથમીક તપાસ બાદ પોસ્ટમોર્ટમ માટે જામનગર પેનલ પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. યુવકનું મોત ડુબી જવાથી થયું હોવાનું પ્રાથમીક અનુમાન લગાવાય રહ્યું છે. તેમ છતાં મૃતકના શરીરે ઇજાના નિશાન જોવા મળતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...