તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફફડાટ:સાબલી નદીમાં 2 મગર જોવા મળતા ભયનો માહોલ

માણેકવાડા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉનાળાની સિઝનમાં પાણી ઓસરતા કાંઠા પર ચઢી આવી

માણેકવાડા ગામની નદીમાં ફરી મગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ હોવા મળી રહ્યો છે. કેશોદ પંથકના માણેકવાડા ગામેથી સાબલી નદી પસાર થાય છે.આ નદીમાં આમ તો ઘણા સમયથી મગરોએ રહેઠાણ બનાવ્યું છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જોવા મળી ન હતી. જોકે હવે ધીમે ધીમે પાણીનો પ્રવાહ ઓછો થતાં 2 મગર કાંઠા પર જોવા મળી રહી છે.

નજરે જોનાર યુવાને કહ્યું હતું કે, ગુરૂવારે બપોરે 11 વાગ્યે સ્મશાન જતા રસ્તા પાસે 2 મગર જોવા મળી હતી. જોકે બાદમાં તે પાણીમાં જતી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા એક વ્યક્તિના મકાનમાં રાત્રીના સમયે મગર ઘુસી ગઈ હતી. જો કે પરિવારના સભ્યોનું ધ્યાન પડી જતા રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ છોડી મુકવામાં આવી હતી.

રેસ્ક્યુ કરવામાં આવશે, વનરક્ષક
આ અંગે વનરક્ષક દિલીપભાઈ તોલાણી એ કહ્યું હતું કે, આ બાબતની રજૂઆત મળી છે. પાણીનું સ્તર ઘટતાની સાથે જ તેને રેસ્ક્યુ કરી મગરને પકડી લેવામાં આવશે. જેથી લોકોને રાહત મળી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો