તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારણાં:કેશોદ પાલીકાએ વેરો ઘટાડવા લેખિત બાંહેધરી આપતાં આંદોલન સમેટાયું

કેશોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફિસર,પાલીકા પ્રમુખ, સદસ્યોએ આંદોલનકારીઓને પારણાં કરાવ્યા

કેશોદ પાલીકાએ 10 ટકા વેરા વધારો ઝીંકી દેતાં કોંગ્રેસ સમિતી દ્વારા ચારચોક ખાતે છેલ્લા 12 દિવસથી પ્રતિક ઉપવાસ બેઠા હતા. જેને અનુસંધાને પાલીકાએ વધારો કરેલો વેરો પરત ખેંચવા લેખિત બાંહેધરી આપતાંં આંદોલનનો અંત આવ્યો છે.

કોંગ્રેસ સમિતીના પ્રમુખ સમીરભાઇ પાંચાણી સહિતના કાર્યકરોને ચીફ ઓફીસર, પાલીકા પ્રમુખ, સદસ્યો સહિતનાઓએ લીંબું સરબત પીવડાવી પારણાં કરાવ્યાં હતાં. જ્યારે કોંગ્રેસ કાર્યકરોએ શહેરીજનો પાસેથી એકઠી કરેલી 2,100 વાંધા અરજીઓ ચીફ ઓફીસરને સુપ્રત કરી હતી. ચીફ ઓફીસર પાર્થીવ પરમારે જણાવ્યું કે અગાઉ વેરા ઘટાડા માટે પ્રાદેશીક કચેરીએ દરખાસ્ત મોકલી હતી. પરંતુ પાલીકાના ખર્ચા જોતાં ના મંજુર કરાય હતી.

જ્યારે સૌરાષ્ટ્રની પાલીકા કરતાં કેશોદ પાલીકાનો વેરો ઉંચો હોય જેથી આગામી સમયમાં પાલીકા જનરલ બોર્ડની બેઠક બોલાવી વેરા ઘટાડાનો ઠરાવ કરી પ્રાદેશીક કચેરીને મંજુરી માટે પ્રસ્તાવ મોકલી અપાશે તેવી લેખિત બાંહેધરી આપતાં આંદોલનનો અંત આવ્યો હતો. જ્યારે કોંગ્રેસ સમિતીએ વેરા ઘટાડવા માટે જો વધુ સમય લાગશે તો ફરી આંદોલન કરવા માર્ગ ખુલ્લો છે તેમ જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...