માંગ:માણેકવાડાના ખેડૂતોની 3 મહિનાની મહેનત ચાર કલાકમાં ધોવાઈ ગઈ

માણેકવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મગફળીના ડોડવા દેખાઈ ગયા, સર્વે કરી સહાય ચૂકવવા માંગ કરાઇ

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે અવિરત અને ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. જ્યારે નદીઓમાં આવેલા ઘોડાપુર ખેડૂતો માટે આફત બન્યા છે. કેશોદ પંથકના માણેકવાડા ગામમાં સાબલી નદીના પાણી ખેતરોમાં ફરી વળતા મગફળીના પાકને ઉસેડી નાંખ્યો હતો.

આમ ખેડૂતોએ 3 મહિના સુધી કરેલ મહેનત પર માત્ર 4 કલાકમાં જ પાણી ફરી વળ્યું હતું. આ અંગે ખેડૂત અરજણભાઈ મારૂ, મુકેશભાઈ અને મહેશભાઈ સહિતના ખેડૂતોએ સર્વેની માંગ કરી છે. જેમાં થયેલા નુકસાન અંગે સર્વે બાદ તુરંત જ વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સર્વે ક્યારે? :
હાલમાં જ સર્વે કરવામાં આવે તો જ તંત્રને સાચી હકીકતનો ખ્યાલ આવી શકે તેમ છે. થોડા દિવસ વિત્યા બાદ આ સ્થિતિમાં સારી રીતે સર્વે નહીં થઈ શકે.

નેતાઓ આગળ આવશે?
ધરતીપુત્રો એ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી સમયે નેતાઓ અમારા ખબર-અંતર પૂછવા પહોંચી જાય છે. તો અમને પાકમાં વ્યાપક નુકસાન થયું છે તેવા સમયે અમારા પ્રશ્નોને લઈ નેતાઓ આગળ આવશે કે નહીં?

અન્ય સમાચારો પણ છે...