મુશ્કેલી:સાબલી નદી પરનાં 29 વર્ષ જુના પુલનો દમ તૂટ્યો

કેશાેદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશાેદના બામણાસા ઘેડ ખાતે સાંબલી નદીનાે પરનાે જર્જરીત પુલ ધરાશાયી થતાં બામણાસા અને પાડાેદર વચ્ચેનાે રસ્તાે બંધ થયાે હતાે અને સીમ વિસ્તારના ખેડુતાે ફસાયા હતાં ઘટનાની જાણ થતાં જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેર, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે પહાેંચી ફસાયેલા ખેડુતાે તાત્કાલીક અવર જવર કરી શકે તે માટે ટ્રાેલી જેવી વૈકલ્પીક વ્યવસ્થા કરવા સરપંચ સાથે ચર્ચા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બામણાસા કેશાેદ જવા વાયા પાડાેદરનાે 4 કીમી રસ્તાે 1 કરાેડના ખર્ચે બનાવી નંખાયાે પરંતુ જર્જરીત પુલની ગ્રામપંચાયત દ્વારા 98 લાખની દરખાસ્ત તૈયાર કરી 2019 તેમજ 2020 માં રજુઆત કરવામાં આવી હતી પરંતુ તેમ ન થતાં બામણાસા અને પાડાેદર વચ્ચે અવર જવર અટકી પડી હતી અને ઘેડ પંથક જળબંબાકાર સર્જાતાં કયાંય જઇ ન શકાય તેવી પરિસ્થીતી વચ્ચે ખેડુતાે ફસાયા હતાં.

પુલ 29 વર્ષ જૂનો
સિંચાઈ વિભાગ પાસે રેકર્ડ ન હતું. લોકોએ કહ્યું 1991માં બન્યો હતો.

હાલ વૈકલ્પિક રસ્તો
બંને ગામ માટે કેશોદથી ચંદીગઢ, પીપળી થઈને પાળોદર રોડ, કેશોદથી મંગલપુર, મુળીયાસા-બામણાસા રોડ, આખા-બામણાસા રોડ, બાલાગામ-બામણાસા રોડ વૈકલ્પીક ઉપાય છે.

હાથ ધરેલ કામગીરી
તંત્ર દ્વારા રસ્તો બંધ કરાવી સુચના બોર્ડ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત રસ્તાનાં ડાયવર્ઝનની વિગત દર્શાવતા બોર્ડ અને પુલની બંને બાજુ આડસ ઉભી કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...