દીપડાનો આતંક:બામણાસા ઘેડમાં દીપડાનો આતંક, વાછરડાનું મારણ

કેશોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષનાં પશુ પર હુમલાનો બીજો બનાવ, પાંજરે પુરવા માંગ

કેશાેદનાં બામણાસા ઘેડ ગામેે મોરા વિસ્તારમાં દિપડાએ હૂમલાે કરી એક વાછરડાનું મારણ કર્યું હતું. જેની જાણ વન વિભાગને કરતાં રેસ્ક્યું ટીમે ઘટના સ્થળે પહાેંચી પાંજરૂ મુંકવા તજવીજ હાથ ધરી હતી.મોરાવાળા વિસ્તારમાં જેટકાેના સબસ્ટેશન નજીક રહેતાં ખેડૂતને બાજુમાં એક વાછરડાનું માેત થયાની જાણ થતાં તેને દિપડાએ મારણ કર્યાનું અનુમાન લગાવી વનવિભાગને જાણ કરી હતી.

આથી વનવિભાગના રેસ્ક્યુ ટીમના નિરવ લશ્કરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દાેડી આવી નિરીક્ષણના અંતે દિપડાએ હુમલાે કર્યાની પુષ્ટિ કરી હતી. અને પાંજરૂ મુંકવા તજવીજ હાથ ધરી હતી. જાેકે ઘટના સ્થળની બાજુમાં રહેતાં મહેશભાઇ કરંગિયાએ જણાવ્યું કે દોઢ વર્ષ અગાઉ નજીકમાં જ આવી જ એક ઘટના બની હતી જેમાં દિપડાએ એક પશુ મારણ કર્યું હતું ત્યારે વનવિભાગેે દિપડાના બચ્ચાને પાંજરામાં પુર્યો હતો. પરંતુ મોટો દિપડો પકડાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...