તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસામાજીક તત્વોનો આતંક:કેશોદની ઉતાવળી નદી કાંઠાના 66 કેવી વિસ્તારમાં અસામાજીક તત્વોનો આતંક

કેશોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વારંવારના ત્રાસથી કંટાળી લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા

કેશોદની ઉતાવળી નદી કાંઠો જાણે કે આસામાજીક તત્વોનો અડ્ડો બન્યો હોય એમ ચોરી, લુંટફાટ, હથિયારો સાથે મારામારી અને દારૂના વેચાણની અનેક ઘટનાઓ વારંવાર બને છે. જો તેઓ સામે પોલીસ કાર્યવાહી કરે તો તેઓ પોલીસ વિરૂદ્ધ પણ કોર્ટમાં ફરિયાદ કરે છે. આમ છતાં આવા તત્વો અવારનવાર આતંક ફેલાવી આ વિસ્તારના લોકોને બાનમાં લે છે. તાજેતરમાંજ અસામાજીકોએ છરી જેવા હથિયારો સાથે આ વિસ્તારને બાનમાં લીધો હતો.

આ ઘટના બાદ દેવીપૂજક સમાજના લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અને પોલીસમાં રોષપૂર્ણ રજૂઆત કરી હતી. દેવીપૂજક સમાજના લોકોની રજૂઆતને પગલે પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે દોડી જઇ 3 શખ્સોની અટકાયત કરી હતી. જાેકે, મોટી સંખ્યામાં ઉપસ્થિત દેવીપૂજક સમાજના લોકોએ પોતાના સમાજના પ્રમુખ ન આવે ત્યાં સુધી હટવાનું નામ લીધું નહતું. સમાજના પ્રમુખ આવતાં તેમની આગેવાનીમાં પકડાયેલા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો