અકસ્માત:ટેમ્પો ચાલકે વૃદ્ધને હડફેટે લીધા, મોત, 108 દ્વારા પ્રથમ કેશોદ બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેશોદના ફુવારા ચોક નજીક ટેમ્પોનાં ચાલકે એક રેકડી ધારક વૃદ્ધને ઠોકર મારતા ગંભીર ઇજા પહોંચી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયાં હતાં. જયાં વધુ સારવારની જરૂરિયાત હોય જુનાગઢ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગેની મળતી વિગત મુજબ નરસીભાઈ જાદવભાઈ ચૌહાણ રેકડી લઈ મજૂરી કામ કરી રહ્યાં હોય ફુવારા ચોક નજીકથી પસાર થઈ રહ્યાં હતા.

ત્યારે ટેમ્પોએ હડફેટે લેતાં ગંભી ઇજા પહોંચી હતી. જેની જાણ 108ને કરાતા ટીમે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરાયાં હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયું હતું. ઘટનાના પગલે મજૂર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ બનાવમાં પોલીસે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...