તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાંધિન:માંગરોળ અને અજાબ રોડની કામગીરીમાં તંત્રના ઠાગાઠૈયા

કેશોદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • થીગડા મારી મરામત કરાતા વાહન ચાલકોમાં રોષ
 • માર્ગ અને મકાન વિભાગે બંન્ને રોડના સાત વર્ષ પુરા થતાં દરખાસ્ત કરાયાનું જણાવ્યું

કેશોદ થી માંગરોળ તરફ જતો સ્ટેટ હાઇવે મોટી ઘંસારીના પાટિયા પછી અતિ બિસ્માર બન્યો છે. જેને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કયાંક થીંગડા તો કયાંક ડામરની આછી પટ્ટી મારી મરમ્મત કરવામાં આવી રહ્યો છે.

તેમ છતાં હજુ ઘણી જગ્યાએ રોડ પર ખાડાને જેમ તેમ છોડી દેવામાં આવ્યા છે. તો વળી ડામર થી પુરવામાં આવેલા ખાડામાં કાંકરી ઉખડી રહી છે. અચાનક આવતાં ખાડાને તારવવા અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે. વાહન ચાલકો તંત્રની મરમ્મતની કીમગીરીમાં મેલી નીતી રાખવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આવા સમય તંત્ર ખુદ આ રોડને 7 વર્ષ પુરા થયા હોય તે વાતને સ્વીકારી રહી છે તેમ છતાં નવો રોડ બનાવવા ઢીલી નીતી રાખવામાં આવી રહી છે. જેથી વાહન ચાલકોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે આવી જ રીતે અજાબ રોડ પર બિસ્માર હાલતમાં છે જેની પણ સમય મર્યાદા પુરી થઇ છે ત્યારે આ બંન્ને રોડ બનાવવા લોક માંગ ઉઠવા પામી છે.

શું કહે છે માર્ગ-મકાન વિભાગનાં ઇન્ચાર્જ નાયબ ઇજનેર
કેશોદ માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ નાયબ ઇજનેર દ્વારા જણાવાયું કે કેશોદથી માંગરોળ જતાં 5 કી.મી. થી 8 કી.મી. અને 14 કી.મી. થી 23 કી.મી. 7 મીટર નવો પહોળો રોડ બનાવવા 5 કરોડ 80 લાખની તેમજ અજાબ રોડ રેલ્વે ફાટક પછી આવતાં ચોક થી કરેણી સુુધી 6.7 કી.મી. અને 10 મીટર પહોળો રોડ બનાવવા રૂ.6 કરોડ 10 લાખની દરખાસ્ત મોકલી આપવામાં આવી છે જે મંજુર થતાં ટેન્ડરીંગ અને વર્ક ઓર્ડરની કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો