તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ઝાડ કાપનારને છાવરવા બદલ તલાટીને 5 હજાર રૂપિયાનો દંડ

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેશોદના વેપારીએ પિતાના નામે માણાવદર તાલુકાના ખડિયા ગામે શેઢા પાળાના વૃક્ષો કાપી નાંખવા અંગે માહિતી માંગી હતી. આ બનાવમાં તલાટી મંત્રીને માહિતી કમિશ્નરે 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

માણાવદર તાલુકાના ખડિયા ગામે વર્ષ 2016 માં એક ખેડૂતે શેઢાપાળાના વૃક્ષ કાપી નાંખ્યા હતા. વર્ષ 2019 માં કેશોદના વેપારી ગોરધનભાઇ ઉર્ફે ગિરીશભાઇ વાછાણીએ પોતાના પિતા જમનાદાસભાઇના નામે તેની માહિતી માંગી હતી. પણ માહિતી અધિકારી તરીકે પંચાયતના તલાટીમંત્રી નિલમબેન વસોયાએ માહિતી નહોતી આપી. આથી અરજદારે વર્ષ 2020 માં ટીડીઓને અપીલ કરી હતી. તેમણે પણ કોઇ નિર્ણય ન કરતાં કમિશ્નરમાં બીજી અપિલ કરાઇ હતી. જેમાં કમિશ્નરે વિવાદીને પૂરી માહિતી આપવા જણાવ્યું. છતાં તેમના હુકમની અમલવારી ન થતાં ગોરધનભાઇએ તકેદારી આયોગ, રાજ્યપાલ, માહિતી આયોગને સમગ્ર ઘટના વર્ણવી. આ મુદ્દાને લઇને માહિતી આયોગે વીડિયો કોન્ફરન્સમાં માહિતી અધીકારીની રજૂઆત સાંભળવા મોકો આપ્યો હતો. જ્યારે બીજી વખત વીડિયાે કોન્ફરન્સ યોજાઇ તેમાં માહિતી અધીકારીની રજૂઆતો સંતોષકારક ન જણાતાં રાજ્યના માહિતી કમિશ્નર કે. એમ. અધ્વર્યુએ તલાટી કમ મંત્રીને રૂપિયા 5000 નો દંડ ફટકાર્યો હતો.

તલાટીએ 4 પત્રાેના જવાબ ન આપ્યા
આ અંગે માણાવદર મામલતદાર દ્વારા ટીડીઓને લખાયેલાં પત્રમાં જણાવાયું છેકે, તલાટી મંત્રીએ 4 પત્રોનો જવાબ નહોતો આપ્યો. આથી તપાસ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...