માંગણી:મગફળીના ફોટા નહીં, ફાલ ઉપાડી રિસર્વે કરો

કેશોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેશોદ 88 વિધાનસભા મતક્ષેત્રમાંથી ચુંટાયેલા ધારાસભ્ય દેવાભાઇ માલમ રાજ્યકક્ષાના પશુપાલન મંત્રી બન્યાં બાદ પોતાના મતવિસ્તારની પ્રથમ મૂલાકાત લઈ વિશાળ રેલી યોજી હતી. અને દરેક સમાજ દ્વારા નક્કી કરાયેલાં સ્થળો તેમના માટે સભા યોજી તેમને પુષ્પગુચ્છ, સ્મૃતિચિન્હ આપી સાલ ઓઢાળી સન્માનિત કરાયાં હતાં. બ્રહ્મસમાજ ખાતે મતદાતાઓનો આભાર વ્યક્ત કરતી વખતે તેઓ ભાવુક બન્યાં હતાં. ચોમાસા દરમ્યાન પુરનો ભોગ બનેલા ઘેડ પંથકની મુલાકાત લઇ ખેડૂતની વ્યથા સાંભળી હતી.

જેમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોય, મગફળી નુકશાન પામતાં રીસર્વે કરાવવો, નદીઓને ઉંડી અને પહોળી કરવવા માંગ કરી હતી. જેથી મંત્રીએ ફોટા પાડીને કે પાંદડા જાેઇને નહીં પરંતુ મગફળી ઉપાડી ફાલ જોઇ રીસર્વે કરવા અધિકારીઓને આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...