કાર્યવાહી:કેશોદ સિવીલ હોસ્પિટલમાં જાહેરાત કર્યા વગર સફાઇ કામદારની ભરતી થઈ, વ્હાલાં દવલાં નીતીનો આક્ષેપ

કેશોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટ મુદ્દે જાણ ન હોય એમએસડબલ્યું, લેબટેકનીશયનની લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પહોંચ્યા’તા

કેશોદ સિવીલ હોસ્પિટલ ખાતે બુધવારે સવારે સફાઈ કામદારોની કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવાની હોય જેથી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યાં હતા. કેશોદ સિવીલમાં સફાઈ કામદારોની તાતી જરૂરીયાત હોય અને કંપની દ્વારા કોન્ટ્રાક્ટબેઝ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાની હોય અને પાત્રતા ધરાવતા ઉમેદવારોના ઈન્ટવ્યું લેવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અને હોસ્પિટલનાં સત્તાધીશોએ ઈન્ટવ્યું લીધું હતું. જો કે, મોટી સંખ્યામાં આવી પહોંચેલા ઉમેદવારોએ તેમને હોસ્પિટલમાં ફરજ બજાવતા સંબંધી સ્ટાફે ખાલી પડેલ જે જગ્યા પર ભરતી થવાની હોય તેમ કહી તેમને બુધવારનાં પહોંચી જવા બોલાવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આવી પહોંચેલા ઉમેદવારોને પાછળથી ખ્યાલ આવ્યો હતો કે, માત્ર સફાઈ કામદારોની જ ભરતી થવાની છે.

ત્યારે જ વેરાવળ, બાંટવા, માણાવદર સહિતનાં વિસ્તારોમાંથી એમએસડબલ્યું, લેબ ટેકનીશ્યન જેવી પોસ્ટ માટે આવેલા ઉમેદવારો નિરાશ થયા હતા. અને રોષ વ્યક્ત કર્યો હતો. હવે જાહેરાત ન કરી સફાઇ કામદારની ભરતી પ્રક્રિયામાં કેટલાં ઉમેદવારોના ઇન્ટરવ્યું લેવામાં આવ્યાં ? તેને કેવી રીતે બાેલાવ્યાં ? સિલેક્ટ થયેલાં ઉમેદવારની લાયકાત શું તે હોસ્પિટલ સત્તાવાળાને કે રાજકિય આગેવાનના સબંધી છે કે કેમ તેવા અનેક સવાલો ઉઠવા પામ્યાં છે.

સત્તાધીશોએ કંપની વતી ઈન્ટવ્યું લીધા ! - આ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓએ ભરતી અંગે કયાંય જાહેરાત કરવામાં આવી નથી તેમ જણાવી માત્ર 6 સફાઇ કામદારની ભરતી કરવાની હોય પાત્રતા ધરાવતાં ઉમેદવારો સફાઇ કામદાર તરીકે હોસ્પિટલમાં ભરતી થાય તે માટે આઉટ સોર્સીંગ કંપની વતી માત્ર પસંદગી ખાતર મધ્યસ્થી બની યોગ્યતા ધરાવતાં ઉમેદવારના નામની યાદી મોકલવાની છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...