ફાયર ભરતી કૌભાંડ:કચેરીનો ઘેરાવ કરી રામધુન બોલાવી, પ્રમુખ તમે રાજીનામુ આપો પરિવારવાદ નહીં ચાલેના સુત્રોચ્ચાર, તપાસની માંગ

કેશોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેશોદ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતીના કાર્યકરોએ પાલીકા ખાતે પહોંચી ફાયર સ્ટાફ ભરતીમાં ગેરરીતી થયાનો આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કાર્યકરોએ પાલીકા પ્રમુખની ઓફિસ સામે ભારતીય બેઠક કરી "પ્રમુખ તમે રાજીનામું આપો, પરીવાદ વાદ નહીં ચાલે’ જેવા સુત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી હતી.

પાલીકા ધેરાવ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પાલીકા અધિક્ષક ને કોંગ્રેસ કાર્યકરોએ આવેદન આપ્યું હતું. યુથ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે પાલીકા દ્વારા ફાયર સ્ટાફ ભરતીમાં 300 કરતાં વધુ અરજદારો ભાગ લીધો હતો. જયારે પાલીકાએ આ ભરતી પ્રક્રિયા ચાલું હોય અત્યાર સુધી 21ની જગ્યા સામે 10 ઉમેદવારોની ભરતી કરાય છે.

હાલ આ ભરતી પ્રક્રિયામાં લાયક ઉમેદવાર મળે તે માટે અલગ અલગ રાઉન્ડ યોજવામાં આવનાર છે. જેમાં વધુ 11 ઉમેદવારોની ભરતી કરાશે તેમ જણાવ્યું હતું. પરંતુ હાલ જુદા જુદા રાજકીય સામાજીક સંગઠનોએ ભરતી પ્રક્રિયામાં સગા સબંધીઓની ભરતી કરવામાં આવી હોવાનો વિરોધ કરતાં ભરતી વિવાદમાં પડી છે. એક અરજદારના પિતાએ આ અંગે એસીબીમાં તપાસની માંગ કરી છે.

ખાસ કરીને આ ભરતી કરવાની પ્રક્રિયામાં વહાલા દવલાંની નીતી રાખી ગેરરીતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ લાયક ઉમેદવાર નોકરી મળી શકી નથી તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેથી પાલીકાની ફાયર સ્ટાફ ભરતીમાં કોંગ્રેસે શંકા જતાવી ભરતી પ્રકરણમાં ગેરરીતી થઈ હોય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે તમામ જવાબદાર વિરૂદ્ધ રાજીનામાં સહિત પગલાં ભરવા અપીલ કરાઈ છે.

જો તેમ નહી થાય તો કોંગ્રેસ આવનારા સમયમાં જલદ કાર્યક્રમ યોજશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી. કાર્યક્રમમાં શહેર સંગઠન પ્રમુખ અશોકભાઈ વણપરિયા, તાલુકા પ્રમુખ ડી. કે. પીડિયા, સમીરભાઇ પાંચાણી, અશ્ચિનભાઈ ખટારિયા, હમીરભાઈ રામ, મનીષભાઈ ચુડાસમા, હરેશભાઈ ડાંગર, રમેશભાઈ ભોપાળા સહિત જોડાયા હતા. } તસવીર - પ્રવિણ કરંગીયા

અન્ય સમાચારો પણ છે...