કેશોદના પીપળી ગામે બોગસ તબીબને એસોજીની ટીમે ઝડપી લઈ રૂ.11,208નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જિલ્લા પોલીસ વડાની સૂચના અને એસઓજી પીઆઇના માર્ગદર્શન હેઠળ એએસઆઇ મહેન્દ્રભાઈ કુવાડિયા, પોહેકો મજીદખાન પઠાણ, પોકો રવિરાજસિંહ વાળા, મયુરભાઈ ઓડેદરા, રોહિતસિંહ બારડ, વુમન પોકો બ્રિંદાબેન ગીરનાર તેમજ સ્ટાફ દ્વારા વર્ષોથી ડીગ્રી વગર બોગસ તબીબ બની પ્રેક્ટીશ કરતાં ઉકા હરીશંકરભાઈ વ્યાસને ઝડપી લઈ રૂ.11,208ની કિંમતના મેડીકલ સાધનો અને એલોપેથી દવાનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસે તેમના દવાખાને અને ઘરે તપાસ હાથ ઘરી હતી. અને મેડીકલ સર્ટીફિકેટની ચકાસણી અને દવાની ઓળખ કરવા પોલીસે આરોગ્ય વિભાગના સ્થાનિક તબીબને સાથે રાખ્યાં હતાં. અને કાર્યવાહી હાથ ધરી હતી.
ગ્રામ પંચાયતને ઠરાવ કર્યો’તો
પીપળીનાં સરપંચ મુળુભાઈ રાવલિયાએ જણાવ્યું કે ગ્રામ પંચાયત દ્વારા નકલી તબીબને હટાવવા માટે 22 એપ્રિલનાં રોજ 5 પૈકી 1 મુજબ સર્વાનુમત્તે ઠરાવ કરવામાં આવ્યો હતો. જેની જાણ સરકારની ઉચ્ચકક્ષાની કચેરીઓમાં કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.