તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ચ્યુઅલ લાઇબ્રેરી:સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઘેર બેઠા મળશે પુસ્તક

કેશોદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેશોદ તાલુકાના 52 ગામડાઓના છાત્રોને મળશે લાભ :સોંદરડા ગામેથી પ્રોજેકટનો કરાયો પ્રારંભ, વર્ચ્યુઅલ લાઇબ્રેરી શરૂ કરાશે

સોરઠ વિસ્તારમાં રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા છાત્રોને જરૂરી પુસ્તકો મેળવવા માટે શહેર સુધી ધક્કો ખાવો પડતો હોય છે. પરંતુ હવે કેશોદ તાલુકાના છાત્રો માટે યુનિવર્સલ ફાઉન્ડેશન દ્રારા વર્ચ્યુઅલ લાઈબ્રેરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેકટનો પ્રારંભ સોંદરડા થી કરવામાં આવ્યો હતો. યુનિવર્સલ ફાઉન્ડેશન દ્રારા સોંદરડા ગામે 'આપણી લાઇબ્રેરી' પ્રોજેકટનું લોન્ચિંગ કરાયું હતું.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા છાત્રોને ઘર બેઠા જ નિઃશુલ્ક પુસ્તકો મળી રહે તે માટેની યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે. લોન્ચિંગ સમયે લેખક બી.એસ મકવાણા, સમાજ કલ્યાણ અધિકારી શાકયસિંહ જે.ચાવડા.તાલુકા કેળવણી નિરીક્ષક રવજીભાઈ, સરપંચ એસ.ડી ચાવડા, સહારા ફાઉન્ડેશનના પ્રમુખ દીપેન પ્રજાપતિ સહિતના હાજર રહ્યાં હતા. પ્રોજેકટની વિસ્તૃત માહિતી ફાઉન્ડેશનના પ્રમુખ મિલિન્દકુમારે આપી હતી. આયોજન જનસુવિધા કેન્દ્રના વિકાસભાઈ બલવા દ્રારા કરાયું હતું.

ગ્રંથપાલની નિમણૂંક કરાશે
આગામી દિવસોમાં દરેક ગામમાં છાત્રોને જરૂરી પુસ્તકો સમયસર મળી રહે તે માટે ગ્રંથપાલની નિમણૂક કરાશે. અને છાત્રો ફાઉન્ડેશન,ગ્રંથપાલનો સંપર્ક કરી પુસ્તકો મેળવી શકશે.

હજુ પુસ્તકો ખરીદાશે
હાલ માં ફાઉન્ડેશન, શિક્ષણવિદોના સહયોગથી પુસ્તકો એકત્ર કરવામાં આવ્યા છે. જેમની યાદી તૈયાર કરવામાં આવી છે હજુ જે પુસ્તકોની ઘટ છે તે દાતાઓના સહયોગથી ખરીદી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો