તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચણાની ખરીદી બંધ:કેશોદ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ

કેશોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં દોઢ મહિનો બંધ રાખ્યા બાદ લંબાવવાની જરૂર હતી: ધરતીપુત્રો

કેશોદ માર્કેટીંગ યાર્ડમાં નાફેડ દ્વારા કરાતી ટેકાના ભાવે ચણાની ખરીદીમાં રજીસ્ટ્રેશન થયેલાં મેસેજની સંખ્યા પૂરી થતાં સોમવારે ખરીદી બંધ કરી દેવાઇ હતી.કેશોદ માર્કેટીંગ યાર્ડમાં કોઇપણ જાતની જાહેરાત વગર ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ કરાતાં મેસેજ થયાં હોય અને કોઇ કારણોસર ન પહોંચી શક્યા હોય એવા ખેડુતોને યાર્ડેથી રીક્ષામાં ચણા પાછા લઇ જવાની ફરજ પડી હતી. ખરીદી બંધ કરાયાના કઠોર નિર્ણયને લીધે ખેડુતોમાં રોષ છવાઇ ગયો હતો.

2 દિવસ અગાઉ અધિકારીઓના મૌન છતાં પરિસ્થીતી જાણી સોમવારે ખરીદી બંધ થવાની આશંકા દર્શાવાઇ હતી. આખરે એમ જ થયું. કોરોના મહામારીને ધ્યાને રાખી દોઢ મહિનો ચણાની ખરીદી બંધ રખાઇ હતી. તા. 10 જુન સુધી કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા જણાવાયું હતું. એવા સમયે ખરીદી લંબાવવાની જરૂરિયાત હતી. પણ ખરીદી બંધ થતાં બાકી રહેતા ખેડુતો ચણા વેચી શક્યા નહોતા.

અમે અને અમારા 4 પાડોશી ચણા ન વેચી શક્યા
મેસવાણ ગામના નવીનભાઇ કનેરિયા સોમવારે 6 વીઘાના ચણા વેંચવા માર્કેટીંગ યાર્ડે પહોંચ્યા હતા. ત્યારે ખરીદી બંધ થયાનું જાણવા મળતાં તેમણે રોષભેર કહ્યું હતું કે, રજીસ્ટ્રેશન થયેલા હોય, મેસેજ મળેલ ન હોય તેવા સંજાેગે તેઓ પોતાનો વારો ક્યારે આવશે એ જાણવા આવ્યા હતા. મેસેજ ન મળવાથી અમેે અને અમારા 4 પાડોશી ચણા નથી વેચી શક્યા.

અન્ય સમાચારો પણ છે...