તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કેશોદમાં સ્ટેટ મોનિટરીંગ સેલની દારૂ રેડ, 2.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

કેશોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 બુટલેગરો ઝડપાયા એક આરોપીને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા
  • 3 આરોપીના 3 દિ'ના રિમાન્ડ મંજુર અન્ય 4ની આજે કોર્ટમાં રજૂ કરાશે

કેશોદમાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વેરાવળ રોડ પર દરોડો પાડી 3 બુટલેગરોને વિદેશી દારૂની 195 બોટલ, 2 મોટર સાયકલ મળી કુલ રૂ.2.36 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ અન્ય પાંચના નામ ખુલતાં તેમાનાં 4 આરોપીને પાછળથી ઝડપી લેવાયા હતાં. જ્યારે 1 ને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના એએસઆઇ તખતસિંહ જીલુસિંહ સહિતની ટીમે ગઈકાલે કેશોદ નરોતમનગર દેવાણી નગર પાસે સર્વોદય સ્કૂલની બાજુમાં પાડેલા દરોડામાં રાજેન્દ્ર ઉર્ફે રાજુ રાણાભાઇ બાબરીયા, ઈરફાન બોદુ ચૌહાણ, નાનુભાઈ ભાણાભાઈ બાબરીયા રહે.કેશોદ વાળાને રૂ.74,515 કિંમતના 195 બોટલ વિદેશી દારૂ, રૂ.65,340 હજારની રોકડ, રૂ.80,000ની કિંમતની બે મોટરસાયકલ, રૂ.16,500 ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.2.36 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જેમાંના 3 આરોપીના કોર્ટે 3 દિવસના રીમાન્ડ આપ્યાં હતાં. જ્યારે રેડ દરમ્યાન દારૂ આપી જનાર રમલો મેઘના સોસાયટી, રાકેશ ચુના ભઠ્ઠી, જીતુ ઉર્ફે ગાંડિયો ડી.પી. રોડ, અને નિખિલ ઇન્દ્રપ્રસ્થવાળાને પાછળથી ઝડપી લીધા છે તેમને રવીવારે કોર્ટમાં રજૂ કરાશે. પોલીસે 8 વિરૂધ ગુનો નોધી યુવરાજ મેંદરડાવાળાને પકડી પાડવા ચક્રોગતીમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...